મોડાસા રૂરલ પોલીસે વાંટડા ટોલપ્લાઝા પાસેથી મહીંન્દ્રા કેયુવી ગાડી ની સી.એન.જી. ગેસની ટેન્કમાંથી દારૂ ઝડપી પાડ્યો 

0
102
અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મોડાસા રૂરલ પોલીસે વાંટડા ટોલપ્લાઝા પાસેથી મહીંન્દ્રા કેયુવી ગાડી ની સી.એન.જી. ગેસની ટેન્કમાંથી દારૂ ઝડપી પાડ્યો

વાંટડા ટોલપ્લાઝા પાસેથી મહીંન્દ્રા કેયુવી ગાડી ની સી.એન.જી. ગેસની ટેન્કમાં ગુપ્તાખાનુ બનાવી છુપાવી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 4,42,000 ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેતી મોડાસા રૂરલ પોલીસ

અભય ચુડાસમાં પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક, અરવલ્લી, મોડાસા,જિ.અરવલ્લી દેશી- વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે અન્વયે બી.બી.બસીયા ના.પો.અધિ.મોડાસા વિભાગ,મોડાસા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા દાવલી વાંટડા ગામની સીમમાં આવેલ તે દરમ્યાન આપો.કો.જયરાજસિંહ લાલસિંહ ને બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે એક મહીન્દ્રા કેયુવી ગાડી રજી. નંબર-GJ.01.HT.4371 નીમાં વિદેશી દારૂ ભરી લઇ રાજસ્થાન થી હિમતનગર તરફ જનાર છે. જે બાતમી હકિકત આધારે વાંટડા ગામની સીમમાં વાંટડા ટોલપ્લાઝા ખાતે શામળાજી થી હિમતનગર તરફ જતા રોડ ઉપર વોચ નાકાબંધીમાં હતા.દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી મહીન્દ્રા કેયુવી- 300 ગાડી રજી.નંબર.1.HT.4371 ની આવતાં હાથ તથા લાકડી નો ઇશારો કરી ગાડી ઉભી રખાવી સદર કાર ચાલક તથા તેની સાથેના ઇસમોને ઝડપી લઇ સદર મહીન્દ્રા કેયુવી-300 ગાડીમાં ફીટ કરેલ સી.એન.જી. ગેસની ટેન્કમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂની અલગ – અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-94 ની કિ.રૂ.28,000 તથા મોબાઇલ નંગ-4 ની કિ.રૂ.14,000 તથા મહીંન્દ્રા કેયુવી 300 ગાડી નંબર-GJ.01.HT.4371 ની કિ.રૂ. 4,00,000 મળી કુલ કિ.રૂ.4,42,000 ના મુદ્દામાલ સાથે ને ઝડપી લઇ તેઓના વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ મોડાસા રૂરલ પોલીસના અધિકારી તથા પોલીસ કર્મીઓ (૧) એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન (૨) એ.હે.કો જગદિશ કુબેરભાઇ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન (૩) આપો.કો. જયરાજસિંહ લાલસિંહ (૪) અ લો.૨.સુરેશસિંહ દોલતસિંહ મોડાસા રૂરલ પોલીસને ચોક્કસ બાતમી આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહી ગણનાપાત્ર કેસ પકડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) રામદેવસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા ઉ.વ.40,હાલ રહે.શાંતીધામ સોસાયટી, સાપર વેરાવળ,તા કોટડા સાંધાણી, જી.રાજકોટ, મુળ રહે.ભડીયા,તા.ધંધુકા જી.અમદાવાદ
(ર) અક્ષયભાઇ સુરેશભાઇ નંબોડીયા, ઉ.વ.26,રહે. શાંતીધામ સોસાયટી,સાપર વેરાવળ, તા.કોટડા સાંધાણી,જી.રાજકોટ
(૩) ભાવેશભાઇ ઘનશ્યામભાઈ બારૈયા, ઉ.વ.28,હાલ રહે . ગુંદાસરા રીબડા રેલ્વે સ્ટેશન પાસે તા કોટડા સાંધાણી, જી.રાજકોટ, મુળ રહે.તરગરા,
તા.જી.બોટાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here