નેત્રંગ પોલીસે ઘાણીખુટ ગામે જુગાર ધામ પર દરોડા પાડી ૪ ખેલીઓને ઝડપી પડયા અન્ય ૪ વોન્ટેડ.

0
110
 

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા. જે દરમિયાન બાતમી મળેલ કે “ઘાણીખુટ ગામે નવીવસાહત ફળીયામાં આવેલ ખેતરના આંબા વાડીયામાં આવેલ આંબાનાં ઝડ નીચે ઘાણીખુટ ગામના રવજીભાઇ વસાવા કેટલાક લોકોને ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે બાતમી આધારે નેત્રંગ પોલીસ મથકનો સ્ટાપ તેમજ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૪ જુગરીઓ મળી આવ્યા હતા. ત્યારે અન્ય ચાર જુગરીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા. પકડાયેલ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬,૦૧૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૫,૦૫૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૦૬૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૩ જેની કુલ કિં.રૂ.૧,૫૦૦/- તથા મો.સા.નંગ.૨ જેની કુલ કિંમત રૂપિયા ૭૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૮૨,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

બોક્સ-૧
પકડાયેલ આરોપીઓ:-
(૧)રવજીભાઇ જીવણભાઇ વસાવા,ઉં.વ.૩૪, રહે.ઘાણીખુટ,નિશાળ ફળીયુ, તા.નેત્રંગ , જી.ભરૂચ
(૨)મનુભાઇ રામાભાઇ વસાવા,ઉં.વ.૪૦, રહે.ઘાણીખુટ,ખાડી ફળીયુ, તા.નેત્રંગજી.ભરૂચ
(૩) નગીનભાઇ રડવીયાભાઇ વસાવા,ઉં.વ.૫૫, રહે.ઘાણીખુટ,કુવા ફળીયુ , તા.નેત્રંગ , જી.ભરૂચ
(૪)સંજયભાઇ મંગાભાઇ વસાવા,ઉં.વ.૪૦, રહે.ઘાણીખુટ,નિશાળ ફળીયુ તા.નેત્રંગ, જી.ભરૂચ

બોક્સ-૨

વોન્ટેડ આરોપીઓ:-
(૫) સંજયભાઇ શાંતીલાલભાઇ વસાવા
(૬) કલ્પેશભાઇ જાનીયાભાઇ વસાવા
(૭) અજયભાઇ ભાવસીંગભાઇ વસાવ
(૮) નિમેશભાઇ કનુભાઇ વસાવા તમામ રહે.ઘાણીખુટ, નવીવસાહત, તા.નેત્રંગ, જી.ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here