રઘુવીર કેળવણી મંડળના છુટા કરવામાં આવેલ શિક્ષકોનો શૂર “અમે છુટા નથી થયા એમને છુટા કરવામાં આવ્યાં છે.”

0
28નેત્રંગ ટાઉનમાં આવેલી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને કરાર પૂર્ણ થયો એમ કહી છુટા કરી દેવામાં આવ્યાં હતાં. ખ્યાતનામ સંસ્થા પાસે ભંડોળ ન હોવાથી એક સાથે તમામ શિક્ષકોને છુટા કરી દીધા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. ત્યાર બાદ રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલય વતી પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી કે, કરાર પુરો થતા શિક્ષકો આપોઆપ છુટા થયા છે. આ લેખિત પ્રેસનોટ અને પ્રમુખે આપેલા નિવેદનના વિરોધમાં છુટા કરવામા આવેલ તમામ શિક્ષકોએ શાળામાં જઈ વિરોધ નોંધાવ્યો હતો. પ્રમુખની વાતને રદીયો આપતાં સ્ટાફે જણાવ્યું તમામ કે, 2019-20ના શાળાકિય વર્ષે દરમ્યાન અમારા પાસે કોઈ કરાર કરવામાં આવ્યો નોહતો. અને ચાલુ વર્ષ દરમિયાન પણ મોખિક કહી એમને છુટા કરી દેવામાં આવ્યાં હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here