કાલોલ ની પીંગળી ફાટક પાસે બસની બ્રેઈક ફેલ થતાં સર્જાયો અકસ્માત સદભાગ્યે કોઈ જાનહાની નહીં

0
67પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ગ્રામ્ય વિસ્તાર માં ખખડધજ દોડતી બસો ને કારણે થતા અક્સ્માત નિવારવા સમયસર સર્વિસ જરૂરી.
કાલોલ થી ડેરોલ સ્ટેશન થઈ આગળના વિસ્તારમાં જવા માટે રેલવે ફાટક ક્રોસ કરીનું વાહનચાલકો અને રાહદારીઓએ જવું પડતું હોય છે .પરંતુ ડેરોલ સ્ટેશનમાં બંધ પડેલ ઓવરબ્રિજ નું કામ છેલ્લા ચાર- પાંચ વર્ષથી બંધ પડેલ છે તેથી તમામ લોકોએ ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.અને તમામ વાહનચાલકોએ વધારે કિલોમીટર કાપીને પીંગળી ફાટક ક્રોસ કરીને જવું પડતું હોય છે.જેથી ત્યાં પણ ઘણી વાર ટ્રાફિક જામ જોવા મળતું હોય છે.
આજે ફાટક બંધ હોવાને કારણે આગળ- પાછળ વાહનચાલકો ઊભાં હતાં . પરંતું ફાટક ખુલતાં ની સાથે જ તમામ વાહનો ફાટક ક્રોસ કરી રહ્યા ત્યારે બસના ડ્રાઇવર ના જણાવ્યા અનુસાર બસની બ્રેક ફેઈલ થઈ જતાં રોડ ઉપર ઢાળ હોવાને કારણે બસ આગળ જવાને બદલે પાછળ ધસી આવી હતી. બસ પાછળ ધસી આવતાં પાછળ ઉભેલ વાહન ચાલકો ભાગ્યા હતાં જેમાં એક બાઈક ચાલક અને વાનના ચાલકને સમય ન મળતાં પોતાની બાઈક અને વાન ત્યાં જ છોડી ભાગી ગયાં હતાં અને પેસેન્જરો પણ ભાગ્યા હતાં.બસ પાછળ આવતાં બાઈક બસની નીચે આવી ગઈ હતી અને બસ વાન સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો અને બસનો ડ્રાઈવર ગભરાઈ હતાં પોતાની જાણ બચાવી ભાગી ગયો હતો જયારે બસમાં એક લેડીઝ કંડકટર જોવા મળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને જાનહાની થઈ નહોતી પરંતુ બાઈક અને વાન ને અકસ્માતમાં નુકસાન થયું હતું.કાલોલ પોલીસને જાણ થતાં સ્થળ ઉપર આવી ટ્રાફિક જામ દૂર કર્યું હતું અને ભારે જહેમત બાદ હાલોલ એસ.ટી વિભાગના સ્ટેન્ડ ઇન્ચાર્જને જાણ કરતાં અન્ય એક ડ્રાંઇવર લઈ આવી બસને ધક્કો મારી લઈ ગયાં હતાં.આમ,ગુજરાત સરકારના એસ.ટી વિભાગમાં રાત- દિવસ ખખડધજ દોડતી બસોને જો સમયસર સર્વિસ કરવામાં આવે તો આવી મુશ્કેલી ઉભી થવાની સંભાવના ઓછી રહે છે અને આ રીતે ધક્કો મારવાની સાથે અકસ્માત થતાં પણ અટકે.આમ આજે બસ,બાઈક અને વાન ના ત્રિવેણી સંગમ ના અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here