કાલોલ તાલુકાના રામનાથ -કંડાચ ગ્રામ પંચાયત ની હદ મા થી બેફામ રેતી ખનન અટકાવવા માંગ

0
49પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કલોલ તાલુકાના રામનાથ કંડાચ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગોમા નદીમાંથી બેફામ પણે રેતી ખનન કરવામાં આવે છે આ ગામ નજીક આવેલ સગનપુરા ઉતરેડીયા ના ટ્રેક્ટર ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પાસ પરવાનગી વગર બેરોકટોક સવારથી સાંજ સુધીમાં હજારો ટન રેતી કાઢીને કાલોલ અને કાલોલ બહાર મોકલવામાં આવે છે ખાસ કરીને ગેરકાયદેસર રીતે ચાલતા રેતીના પ્લાન્ટ માં મોકલી પેકિંગ કરી રાજ્ય બહાર મોકલવાનું કાવતરું અગાઉ પણ ઝડપાઈ ચુકેલ છે આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ વીરોધ થઈ રહ્યો છે અને જાગૃત નાગરીકો દ્વારા સોશીયલ મિડીયા માં ખનન ના ફોટા મુકી લોકોને અને તંત્ર ને જગાડવા નો પ્રયત્ન થઈ રહ્યો છે. રામનાથ, કંડાચ ,સગનપુરા અને ઉતરેડીયા ના નદી કિનારે આવેલા ખેતરોના રસ્તા ખોદીને રસ્તા નીચેથી ગેરકાયદેસર રેતી કાઢવા નું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે પરિણામે ખેડૂતોને ખેતરમાં જવા માટેનો રસ્તા તૂટી ગયા છે ખેડૂતોને પોતાના વાહનો લઇ ખેતરો સુધી જવાનું મુશ્કેલ બની ગયું છે અને ખેડૂતોને ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં રેતી ખનન ને કારણે જમીન માં પાણી ના સ્તર પણ નીચે ઉતરી ગયા છે હાલમાં કાલોલ તાલુકાના ઘુસર ગામમાં નદી કિનારે એક કાયમી પોલીસ ચોકી બનાવવામાં આવી છે ત્યારે કાલોલ તાલુકામાં આ વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here