ધો.10નું પરિણામ જાણો ક્યારે જાહેર થવાની સંભાવના

0
54કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓ માથે બ્રેક લાગી ગઈ છે. આ કપરા સમયમાં મોટેરાઓ જ્યાં હેરાન થયા છે, ત્યાં નાના બાળકો અને વિદ્યાર્થીઓના હિતને જોતા સરકારોએ સમય સમયે નિર્ણયો લઈને શાળાકીય પ્રવૃતિઓને બંધ રાખી હતી, જે બાદ પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશનના નિર્ણયો પણ લેવાયા છે. જો કે, વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન તો પરિણામનો છે.

ત્યારે હવે એવી વાવડ આવી રહ્યા છે કે, આગામી 25મી જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. ધોરણ 10નું આ પરિણામ ધોરણ 9ની સામાયિક કસોટી અને ધોરણ 10ની એકમ કસોટીના આધાર તૈયાર કરવામાં આવશે.જેમા 80 માર્ક્સનું મૂલ્યાંકન ધોરણ 9 અને ધોરણ 10 તથા શાળાના મૂલ્યાંકનમાંથી 20 ગુણ એમ ગણતરી માંડવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટી 40 ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થી 80માંથી 26 કે સ્કૂલના 20માંથી 7 માર્ક્સ ન મળે તો પણ તેને પાસ કરી તેની માર્ક્સશીટમાં ક્વાલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ લખી આપવામાં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here