સ્વતંત્ર ગ્રામ પંચાયત મેળવવા નર્મદા જિલ્લા આમું સંગઠન દ્વારા કલેકટર ને આવેદનપત્ર : માંગ નહીં સ્વીકારાય તો આંદોલન ની ચીમકી

0
54સ્વતંત્ર ગ્રામ પંચાયત મેળવવા નર્મદા જિલ્લા આમું સંગઠન દ્વારા કલેકટર ને આવેદનપત્ર : માંગ નહીં સ્વીકારાય તો આંદોલન ની ચીમકી

અગાઉ આ મુદ્દે ચાર વખત આવેદનપત્રો આપ્યા છે છતાં તંત્ર અને સરકાર દ્વારા ગમે તે રીતે ખોટા બહાના ધરી દઈ ભારતના બંધારણ નું અપમાન : મહેશ વસાવા

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા જીલ્લા સેવાસદન ખાતે આજરોજ નર્મદા જિલ્લા આમુ સંગઠન ના પ્રમુખ મહેશભાઈ એસ વસાવા ની આગેવાની માં કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન માં જણાવ્યા મુજબ ભારતના બંધારણ અને પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાયો મુજબ ગ્રામ પંચાયત થી વંચિત ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા અમો વર્ષોથી માંગણી કરી રહ્યા છે. અનેકવાર આપને તથા ગુજરાત રાજ્ય સરકાર ના પદાધીકારીઓ તથા અધિકારીઓને સંબોધીને ભારતના બંધારણ મુજબની જોગવાયો મુજબ માંગણીઓ લેખીત માં કરી છે છતાં ખોટા ખોટા બહાનાઓ જણાવી અમારી માગણીને અનેકવાર ઠુકરાવામાં આવી છે.

આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે અગાઉ આ મુદ્દે ચાર વખત આવેદનપત્રો આપી ચુક્યા છે છતાં તંત્ર અને સરકાર દ્વારા ગમે તે રીતે ખોટા બહાના ધરી દઈ અમારી માંગણી નહિ સ્વીકારી ભારતના બંધારણ અને દેશના નાગરીકો નું અપમાન કરાયું છે, અમારું માનવુ છે કે ગેરકાયદેસર પધ્ધતિથી બનાવેલી ગૃપ ગ્રામ પંચાયતોના કારણે વિકાસ રૂંધાતા નર્મદા અને દાહોદ જીલ્લો પછાત બની ગયો છે આવા સંજોગોમાં દરેક ગામને પોતાનું અલગ વહીવટી તંત્ર(સ્વતંત્ર ગ્રામ પંચાયત) ફાળવી દેવામાં આવે તો ઝડપી વિકાસ થઈ શકે અને વિકસિત જીલ્લો બને તેવી અમારી અપેક્ષા છે ઉપરાંત આવનાર સમયમાં તારીખ ૨૭/૦૬/૨૦૨૧ સુધીમાં બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ન છુટકે ગુજરાત રાજ્ય સરકારની ભુલના કારણે અમારે આંદોલન કરવું પડશે તેમ પણ ચીમકી ઉચ્ચારી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here