જેતપુરમાં સુધરાઇ સભ્ય ના પતિ તેમજ પુત્ર ઉપર એક જ દિવસે બે ફરિયાદો નોંધાઇ

0
50જેતપુરમાં સુધરાઇ સભ્ય ના પતિ તેમજ પુત્ર ઉપર એક જ દિવસે બે ફરિયાદો નોંધાઇ

જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખે નગરપાલિકાના ભાજપના સદસ્યાના પતિ અને પુત્ર સામે ડાઇંગ એસો.ના પ્રમુખે બળજબરી પૂર્વક પૈસા મંગવાનો હેતુ સિદ્ધ ન થતાં જાનથી મારી નાખ્યાંની ધમકી આપ્યાની સાથે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

જ્યારે બીજી ઘટનામાં જેતપુર ડાઇંગ એસોસિએશનના સીઇટીપી પ્લાન્ટમાં મજૂરી કામ કરતો વનરાજ સાહિયા નામનો દલિત યુવાન ગત તારીખ ૧૮-૨ના રોજ તે સામાકાંઠા વિસ્તારમાં આવેલ કલેક્શન સંપ ખાતે મજૂરી કામ કરતો હતો ત્યારે રામદેવ સાંજવા ત્યાં આવી કોઈ કારણ વગર ભૂંડી ગાળો કાઢી જાતિ પ્રત્યે હડધૂત કરી નોકરી છોડી દેજો નહીંતર તારા હાડકાં ખોખરા કરી નાખવાની ધમકી આપેલ હતી. અને તેણે ત્યાંથી જ તેના પિતા સામતભાઈને કોલ કરતા સામતભાઈ તરત જ પોતાની કાળા કલરની સ્કોર્પિયો કાર લઈને આવેલ. અને તેઓ પણ ત્યાં આવી જાતિ પ્રત્યે હડધૂત કરી ગામ છોડી ચાલ્યો જજે
નહીંતર જાનથી મારી નાંખશું તેવી ધમકી આપેલ. માથાભારે પિતાપુત્રએ નોકરી અને ગામ છોડીને ચાલ્યો જજે નહીંતર જાનથી મારી નાંખશું તેવી ધમકીને કારણે વનરાજ બીજા દિવસે પોલીસ ફરીયાદ કરવા સીટી પોલીસે જતાં પીઆઇ જેબી કરમુરે ફરીયાદ નહિ પણ અરજી આપવા જણાવતા તેણે પોલીસને અરજી આપી હતી. આ અરજી બાબતે પીઆઇએ કઈ પગલાં ન ભરતા વનરાજે પોતાની અરજી બાબતે સીટી પોલીસે કઈ પગલાં લીધેલ નથી અને પીઆઇ તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોવાથી પીઆઇ ફરીયાદ નોંધતા ન હોવાની ચાર દિવસ પૂર્વે જિલ્લા પોલીસવડાને અરજી કરી હતી. જેથી પોલીસવડાના હુકમથી જેતપુર સીટી પોલીસે સામતભાઈ અને તેના પુત્ર વિરુદ્ધ ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની તેમજ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.
આમ, નગરપાલિકાના ભાજપના સદસ્યાના પતિ અને પુત્ર સામે મિનિટોમાં એકસાથે બબ્બે ફરીયાદો સીટી પોલીસમાં નોંધતા પોલીસે બંનેની ધરપકડ કરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here