પાટણા ગામમાં રૂપિયાની માંગ કરતા પિતાને પુત્રએ માર મારતા સારવાર દરમ્યાન પિતાનું મોત : હત્યાનો ગુનો નોંધાયો

0
56







પાટણા ગામમાં રૂપિયાની માંગ કરતા પિતાને પુત્રએ માર મારતા સારવાર દરમ્યાન પિતાનું મોત : હત્યાનો ગુનો નોંધાયો

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામમાં નજીવી બાબતે પુત્ર એ પિતા ને માર મારતા પિતાનું સારવાર દરમ્યાન મોત થતા હત્યા નો ગુનો દાખલ થયો છે

પ્રાપ્ત માહિતી મુજબ હર્ષિલાબેન જયેશભાઇ રાવ ની ફરીયાદ અનુસાર તેમના પુત્ર મંથન જયેશભાઇ રાવ પાસે મંથન ના પિતા જયેશભાઇ મુળજીભાઈ રાવ ઉ.વ.૫૨ રહે.પાટણા રાવ ફળીયુ તા.નાદોદ એ તા .૧૩ જૂન ની સવારે ૯.૦૦ વાગે પુત્ર મંથન પાસે રૂપિયાની માંગણી કરતા મંથને રૂપિયા નહી આપતા બન્ને વચ્ચે ઝગડો થતા પુત્ર એ પિતા ને છાતીમાં બે – ત્રણ મુક્કા મારી ઇજા કરતા પિતા ને રાજપીપલા દવાખાનામાં સારવાર માટે દાખલ કરેલ જે સારવાર દરમ્યાન તા.15 જૂને તેમનું મોત થતા આમલેથા પોલીસે પુત્ર મંથન વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here