વાંકાનેર:કોઠી ગામમાં ભૂગર્ભ ગટરનું કામ ગોકળ ગાયની જેમ ચાલતું હોય ગ્રામજનો પરેશાન.

0
45વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે.ગામડાઓમાં વિકાસના કામ થતા હોય એ ખૂબ સારું બાબત છે પરંતુ અહીંયા કોઠી ગામના ગ્રામજનો આ વિકાસ કાર્યથી ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. કેમ કે ભૂગર્ભ ગટરનું કામ ગોકળ ગાયની ગતિ એ ચાલી રહ્યું છે જેના કારણે રોડ-રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાવાના શરૂ થઈ ગયા છે. જેમના કારણે ગામમાં મચ્છરો ઉપદ્રવ વધવાની ભીતી રહેલી છે તેમજ રોગચાળો પણ ફેલાઈ શકે છે. જેના કારણે ગ્રામજનો દ્વારા એક મીડિયા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કોઠી ગામમાં ચાલતું ગટરનું કામ ઝડપથી પરિપૂર્ણ થાય તેવું ગામ લોકો ઇચ્છી રહ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here