કચ્છ જિલ્લાના ભુજની માતૃછાયા કન્યા વિધાલય સમગ્ર રાજયમાં સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમ મેળવ્યું

0
53
બિમલ માંકડ78746 35092

વાત્સલ્યયમ ન્યુઝ બ્યુરોચીક કચ્છ

બિમલ માંકડ દ્વારા

કચ્છ જિલ્લાના ભુજની માતૃછાયા કન્યા વિધાલય સમગ્ર રાજયમાં સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમ મેળવ્યુ

રાજ્યની ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓના સંચાલકોને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રોત્સાહક ઈનામ એનાયત કરાયા

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવા અંગે ‘શ્રેષ્ઠ શાળા ૨૦૨૧ પ્રોત્સાહક ઇનામ’ યોજના અંતર્ગત આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યકક્ષાએ પસંદગી પામેલી ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આજે વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લા કક્ષાએ કુલ ૬૨ શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. તે પૈકી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી ત્રણ શાળાઓના સંચાલકોને આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના કાર્યાલય ખાતે પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભૂજ ખાતે આવેલી શ્રી માતૃછાયા કન્યા વિધાલયને રૂ.૫ લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂ.૩ લાખ અને તૃતિય ક્રમે પસંદગી પામેલી વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિધાલયને રૂ.૨ લાખ પ્રોત્સાહક ઈનામ આપી તેના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રેઉલ્લેખનીય છે કે જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના વર્ષ ૨૦૧૩-૧૪થી અમલી બનાવવામાં આવી છે. દર વર્ષે શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત દરેક જિલ્લાની ૧ થી ૩ ક્રમની શ્રેષ્ઠ શાળાને રૂ. ૧ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે ત્યારબાદ તમામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલી શાળાઓ પૈકી રાજ્યકક્ષાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ.૫ લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ. ૩ લાખ અને તે જ રીતે તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ. ૨ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્ય સુહાસબેન તન્નાને ટ્રોફી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રાજ્યની શ્રેષ્ઠશાળા જાહેર થયેલ શાળાના આચાર્ય અને સંચાલક શ્રેષ્ઠ શાળા પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરવાના આ કાર્યક્રમ અંતર્ગત ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજના આચાર્યા શ્રીમતી સુહાસબહેન તન્ના, જિલ્લા શિક્ષણ નિરીક્ષક વસંતભાઈ તેરૈયા , શાળાના શિક્ષક હિમાંશુભાઈ બારોટ, ફતુભા જાડેજાએ આ સન્માનનો સ્વીકાર કર્યો હતો. આપ્રસંગે એસ.એ.પટેલ ( IAS), નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર, સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન .ચાવડા, એન.એન.માધુ, બહાદુરસિંહજી સોંલકી તેમજ સ્વાતિ બહેન ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી .એન .પ્રજાપતિએ અને ટીમ એજ્યુકેશન દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here