મોરબી :ભવાઇ નો એક ચમકતો સિતારો ખરી પડ્યો, ભવાઇ ના ભોમિયા ભીખુભાઇ નાયક

0
58
મોરબી ના માળીયા તાબા  ના સરવડ ગામ ના ભીખુભાઇ વ્યાસ નુ નિધન થતા કલા જગત માં શોક નુ મોજુ ફરી વળ્યુ છે

ભીખુભાઇ વ્યાસ ને વારસા માં જ ભવાઇ ના ગુણ વરેલા હોય, બાળપણ થી જ ભવાઇ પ્રત્યે નો અપાર શોખ અને લગાવ હોય, તેમજ પિતાશ્રી દેવશંકરભાઇ, કાકા શ્રી મણિલાલભાઈ તેમજ દાદા હીરજીભાઇ અને કેશવજીભાઇ ના કલા ના ગુણો જન્મ જાત વારસા માં મળેલ મણીભાઈ ની ઉચ્ચ તાલીમ અને એક ઉચ્ચ કોટી ના  કલાકાર હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળ ના મંડળ ના નાયક ભીખુભાઇ જે ભરતભાઇ ના મોટાભાઇ અને લોક ભવાઇ ના એક આધાર સ્થંભ કલાકાર તેમજ મુખ્ય કલાકાર નુ અવસાન થતા કલા જગત માં શોક નુ મોજુ ફરી વળ્યુ છે,

દેશ વિદેશ માં ખુબ જ પ્રખ્યાત  લગભગ આશરે એકસો તેર વરસ જુની લોક ભવાઇ નાટ્ય સંસ્થા હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળ  ને દેશ વિદેશ માંથી અનેક એવોર્ડ મેળવી સન્માન પ્રાપ્ત કરેલ છે  ગુજરાત રાજ્ય સહીત ભારત દેશ ના  વિવિધ રાજ્ય સરકાર  દ્રારા સન્માનિત તેમજ મુખ્યમંત્રી શ્રી, તેમજ અનેક સંસ્થાઓ ના વડા, સંતો મહંતો, ઉદ્યોગપતિ ઓ તેમજ અગ્રગણ્ય રાજકીય મહાનુભાવો દ્રારા સન્માન કરવા માં આવેલ છે  ભીખુભાઇ વ્યાસ સ્ત્રી પાઠ તેમજ પુરુષ પાઠ ના ઉત્તમ કલાકાર, એક સારા ગાયક હોવાની સાથે હાર્મોનિયમ, તબલા, પખવાઝ, અને સંગીત ના તમામ વાજિંત્રો ના પણ સારુ એવુ પ્રભુત્વ ધરાવતાં હતા,

લોક ભવાઇ ની જુની કલા છત્તર મોતી ના નખતા માં ભીખુભાઇ માસ્ટરી ધરાવતા હતા, હીરજી કેશવજી સરવડ ભવાઇ ના નાયક તરીકે પણ ઘણા વરસો સુધી જવાબદારી નિભાવી આમ ભીખુભાઇ વ્યાસ ભવાઇ કલા ના એક ઓલ રાઉન્ડર કલાકાર અને આધાર સ્થંભ કલાકાર હતા, જેમની ભવાઇ કલા ને અને કલાકારો ને કદી ન પુરાય તેવી ખોટ પડી છે હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળ એ સમગ્ર મચ્છુકાંઠા  વ્યાસ જ્ઞાતિ નુ અને સરવડ ગામ નુ નામ દેશ અને દુનિયામાં ઉજાગર કરી અને ગૌરવ વધાર્યું છે

હીરજી કેશવજી સરવડ ભવાઇ એ અનેક કીર્તિ સ્થમ્ભ સમાન પ્રોગ્રામો રજુ કરી અનેક એવોર્ડ અને સન્માન મેળવ્યા છે હીરજી કેશવજી સરવડ ભવાઇ ના કલાકારો લોક કલા ફાઉન્ડેશન ગાંધીનગર જોરાવરસિંહ જાદવ બાપુ અને આઇ એન ટી ના મનસુખભાઇ જોષી અને નલીનીબેન ઉપાધ્યાય ના સહયોગ થી ઈરાન, લંડન, અમેરિકા,  સિરાઝ, વેસ્ટ ઇન્ડિઝ, સુરિનામ જેવા અનેક દેશો માં કલા પીરસી બહુમાન મેળવી ચુક્યા છે  તેમજ ગુજરાત રાજ્ય માજી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ ના હસ્તે નાયક મણીભાઈનુ સન્માન અને ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવા માં આવ્યા છે

દિલ્હી માં અપના ઉત્સવ કાર્યક્રમ માં ભાગ લઇ એ સમય ના માનનીય વડા પ્રધાન રાજીવ ગાંધી અને શ્રીમતી સોનિયા ગાંધી ની ઉપસ્થિતિ માં  કાર્યક્રમ યોજાયેલ અને સન્માનીત કરવા માં આવેલ, આમ ગુજરાત રાજ્ય ના ગામડા થી માંડી કેરલ, આસામ, રાજસ્થાન, દિલ્હી, અનેક વિધ રાજ્યો અને દેશ વિદેશ માં ગૌરવ પ્રાપ્ત કરેલ, તેમજ મધ્ય પ્રદેશ તુલસી મહોત્સવ માં 50000 રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર એનાયત કરવા માં આવેલ વરસો સુધી આ સંસ્થા ની કમાન ભીખુભાઇ અને તેમના ભાઇ ભરતભાઇ દ્રારા સંભાળવા માં આવતી, જેમાં આજ ભીખુભાઇ રૂપી એક ભુજા તૂટી પડતા ભવાઇ ની જવાબદારી ભરતભાઇ ના શિરે આવી પડી છે

એક પ્રખર કલાકાર, અડીખમ યોદ્ધા, નિષ્ઠાવાન નાયક, જુની કલા ના કામણગાર, ભવાઇ ના આધાર સ્થમ્ભ, સંગીત શ્રેઠી, લોક હૃદય માં સ્થાન મેળવી અને આ દુનિયા ને અલવિદા કરનાર એક લોક ભવાઇ  કલાકાર ભીખુભાઇ વ્યાસ નુ નામ હમેશા અમર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here