હાલોલ પંથકમાં મેઘરાજાની પધરામણી થી ધરતીપુત્રો ખૂશખુશાલ

0
59પંચમહાલ.હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ નગર તેમજ તાલુકા ખાતે સિઝનનો પ્રથમ વરસાદ દસ્તક દેતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો ગુરૂવારના રોજ બપોરના સમયે નગર તેમજ તાલુકા ખાતે વરસાદની શરૂઆત થઇ હતી.હાલોલ પંથકમાં છેલ્લા પંદર દિવસ ઉપરાંત ગરમીના કારણે બફારો વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા જ્યારે ગરમીથી છુટકારો મેળવવા લોકો વરસાદની ચાતક નજરે રાહ જોતા હતા ધરતીપુત્રો વરસાદ નો સમય થઈ જતા ખેતરો તૈયાર કરી વરસાદની રાહ જોતા હતા ત્યારે સમયસર વરસાદ પધરામણી કરતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી જોવા મળતી હતી.ગુરૂવારે બપોરના સમયે હાલોલ પંથક ખાતે કાળાડિબાંગ વાદળોની ફોજ આવી ચઢી હતી જોતજોતામાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા બજારોમાં નીકળેલા લોકો માં ભાગદોડ મચી ગઇ હતી જોકે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here