બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસર દર્શનાર્થી માટે ખુલ્લું મુકાશે

0
66


સરકારશ્રી અને સંસ્થા દ્વારા આપેલ તમામ આદેશોને અનુસરી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસર તા. ૧૮, શુક્રવારથી દર્શનાર્થી માટે ખુલ્લું મુકાશે

કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ રહેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સરકારશ્રી અને સંસ્થા દ્વારા અપાયેલ તમામ આદેશોને ધ્યાનમાં રાખી,તા. ૧૮, શુક્રવારથી દરરોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન દર્શનાર્થીઓને નિત્ય દર્શન માટે સુલભ બનશે.

મંદિર પરિસરમાં દર્શન માટે આવીએ ત્યારેસરકારશ્રી દ્વારા આપેલ અગત્યની સૂચનાઓનું ખાસ ધ્યાન રાખીશું.મંદિર પરિસરમાં માસ્ક અવશ્ય પહેરી સોશિયલ ડીસ્ટન્સનો ખ્યાલ રાખીએ, ઠાકોરજી સમક્ષ ફક્ત બે હાથ જોડીને નમન કરીએ, દંડવત/પંચાંગ પ્રણામ, માળાજાપ કે કીર્તનગાન ન કરીએ. ખાસ નિષ્ણાંતોના માર્ગદર્શન અનુસાર મંદિરમાં ઉતારા કે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી નથી.

મંદિર પરિસરમાં દર્શને આવીએ ત્યારે આપની અને સમગ્ર વિશ્વની સુખાકારી માટે નિયમોનું ભક્તિ અને સેવા સમજીને મહિમા સાથે પ્રેમથી પાલન કરીએ અને ઠાકોરજી સમક્ષ પ્રાર્થના કરીએ.

The post બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસર દર્શનાર્થી માટે ખુલ્લું મુકાશે appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here