12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 51 કેસ

0
79




દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ગતિ પકડી છે. અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં 51 કેસો નોંધાયા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 22 કેસો, ત્યાર બાદ તમિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7, કેરળમાં 3, પંજાબ અને ગુજરાતમાં 2-2, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હરિયાણા, કર્ણાટકમાં એક એક કેસ નોંધાયો છે.

આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા તથા પશ્ચિમ બંગાળમાં લેવાયેલા સેમ્પલોમાં 50 ટકા કરતા વધારેમાં ડેલ્ટા વેરિયન્ટ છે. દેશના 90 ટકા કેસોમાં बी.1.617.2 વેરિયન્ટ છે. 35 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 174 જિલ્લામાં કોરોનાના ડેલ્ટા સ્વરુપના કેસો નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here