ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોની મિટિંગ યોજાઈ

0
42
પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

ઘોઘંબાનું ગૌરવ એવા કવિ, વિવેચક, સંસ્મરણ લેખક શ્રી જયંત પાઠકનું ઘોઘંબામાં સ્મારક બનાવવામાં આવશે: પ્રમુખ દિનેશ બારીઆ

ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં ઘોઘંબામાં રાખવામાં આવી હતી. તાલુકા સંગઠનની રચના કરવાના હેતુ માટે મળેલી આ બેઠકમાં તાલુકામાંથી ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકની શરૂઆત દિપ પ્રગટાવીને કરવામાં આવી અને પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, વ્યક્તિની, ગામની, તાલુકાની કોઈ વિશેષતા હોય છે જે વિશેષતા વિસ્તારની ઓળખ અને ગૌરવ અપાવે છે એમ કહેતા ઘોઘંબા તાલુકાનું ગૌરવ એવા કવિ, વિવેચક, સંસ્મરણ લેખક શ્રી જયંત પાઠકને યાદ કરવામાં આવ્યા હતાં. તેઓ વિશે જણાવતાં પ્રમુખે જણાવ્યું હતું કે, તેઓની રચનાઓ પરથી ખ્યાલ આવે છે કે પૂર્વ પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલીક વાતાવરણ પ્રત્યે, જન્મભૂમિ પ્રત્યે પ્રેમ હતો. ત્યારે વતન ઘોઘંબામાં તેઓની યાદગીરી માટે આમ આદમી પાર્ટી તેઓનું સ્મારક બનાવીને કવિનું સન્માન કરશે તેમજ આવનારી ૧૦૧મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં કવિ જયંત પાઠકના જીવન અને લેખન ઉપર ઘોઘંબા તાલુકાની તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી, કાવ્ય ગાન, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ રાખવામાં આવશે અને શ્રેષ્ઠ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.એમ કહી, દેશ અને રાજ્યમાં પાર્ટીની કામગીરી વિશે માહિતી આપી હતી. પાર્ટીના ભવિષ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે, ગત પંચાયતની ચૂંટણીમાં ચાલીસ લાખ મતદારોએ પાર્ટીને સ્વિકારી છે અને આજે દૈનિક પાંચ થી સાત હજાર નવા લોકો પાર્ટીમાં જોડાય રહ્યા છે એ આંકડો પાર્ટી અને ગુજરાતનું ભવિષ્ય બતાવે છે સાથે ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીની જરૂર છે એમ પણ બતાવે છે.


પ્રમુખ દિનેશ બારીઆએ વર્તમાન સ્થિતિને સરકારની નિષ્ફળતા ગણાવી છે. આજે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુખ્ય અને મોટી સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉકેલ ન કરતી સરકાર નિષ્ફળ જ ગણાય એ લોકોને હવે ખબર જ છે તેમ કહ્યું હતું. અને પાર્ટીના કાર્યક્રમ અને મિટિંગને રોકવા કેટલાંક શાસક પક્ષના નેતાઓ દ્વારા પ્રયાસ કરાય રહ્યા છે એવા આક્ષેપ પણ મુકવામાં આવ્યા છે.
આજની આ બેઠકમાં તાલુકા સંગઠનની રચના કરવા માટે ઉપસ્થિત કાર્યકરો પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ ફોર્મ ને ચકાસવામાં આવશે, તેઓની યોગ્યતા અનુભવ અને અભિપ્રાય નોઆધાર રાખી તાલુકાના તમામ વિસ્તારને આવરી લઈ નિયુક્તિ જાહેર કરવામાં આવશે. ગોધરા ખાતે જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટનના રોજ જિલ્લાના તમામ તાલુકાઓનુ સંગઠન જાહેર કરવામાં આવશે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.ઝોઝ ગામના કોંગ્રેસના રાજકીય આગેવાન દલસિહ બારીઆ તથાપચ્ચીસ જેટલા કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં આજ રોજ જોડાયા હતા.બેઠકમાં ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, ઉપ પ્રમુખ, જિલ્લા ઉપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી, જિલ્લા સંગઠન મંત્રી, જિલ્લા સહ સંગઠન મંત્રી, જિલ્લા મિડિયા કન્વીનર, જિલ્લા યુવા સમિતિ ઉપ પ્રમુખ, જિલ્લા યુવા સમિતિ મહામંત્રી, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here