કાલોલના એક ગામની સગીર યુવતીને મહેમાન બનીને આવેલા ઇસમ ભગાડી જતાં પોલીસ ફરિયાદ.

0
41પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતો શ્રમજીવી પરિવારની ત્રણ પુત્રી અને એક પુત્ર પૈકી ૧૭ વર્ષીય સગીરાને વાલીપણા માંથી પટાવી ફોસલાવી તેમજ શારીરિક શોષણ કરવાના ઈરાદાથી ભગાડી જતાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ.કાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં તારીખ ૨૦/૫/૨૦૨૧/ ના રોજ મહેમાન બનીને આવી રાત્રિના સમયે સગીરાને ભગાડી જતા તારીખ ૨૧/૫/૨૦૨૧ ની સવારના પહોરમાં સગીર યુવતી અને મહેમાન બનીને આવેલા ઇસમ ઘરે જોવા ન મળતા સગીરાના વાલીવારસોએ આજુબાજુ ગામમાં તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરતા ન મળી આવતા આરોપી પરેશભાઈ પૂનમભાઈ પરમાર વિરુદ્ધ સગીરાને વાલીપણા માંથી પટાવી ફોસલાવી લગ્નના ઇરાદે ભગાડી જતાં સગીરાની વાલી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ભગાડી જનાર આરોપી વિરુદ્ધ અપહરણ તથા પોકશો એક્ટ નો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ સર્કલ પીઆઇ હાલોલ દ્વારા હાથ ધરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here