કરજણ તાલુકાના કલા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો.

0
17કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોરંદાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત કલા શરીફ જેવા અંતરિયાળ વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવુત્તિ કરી રહેલી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે.
હાલ કોરોના મહામારીનો ત્રીજી લહેરની શક્યતાઓ વધી રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ કાર્યક્રમ આયોજિત થઇ રહ્યા છે. ગયા સપ્તાહમાં પણ કલા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ૨૫૮ જેટલા લોકોએ લાભ લીધો હતો. જ્યારે શનિવારના રોજ આયોજિત રસીકરણ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો રસીકરણ માટે ઉમટી પડયા હતા.
આયોજિત કાર્યક્રમમાં કરજણ – શિનોર – પોર બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ, પૂર્વ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે પણ રસીકરણ બાબતે લોકોને જાગૃતિ દાખવવા ખાસ અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમને ફૈઝ યંગ સર્કલના યુવાનો એ ખડેપગે હાજર રહી સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર…ફૈઝ ખત્રી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here