અરવલ્લીના મોડાસા દોલપુર ગામના મહિલાનું તાત્કાલિક ૧૦૮માં પ્રસૂતિ કરાઇ

0
36 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લીના મોડાસા દોલપુર ગામના મહિલાનું તાત્કાલિક ૧૦૮માં પ્રસૂતિ કરાઇ

અરવલ્લી જીલ્લાના દોલપુર ગામના વતની ફિરોજાબીબી છે. તેમને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓ સારવાર માટે બાયડ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. પરંતુ તેમનું લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પ્રસૂતિને સમયે વધુ જોખમ ન થાય તે માટે તેમને મોડાસાની હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી હતી.જે અંતર્ગત ૧૦૮ નો સંપર્ક કરાયો હતો. સંપર્ક કરતાં બાયડ ૧૦૮ ઝડપથી દર્દી ફિરોજાબીબી સુધી પહોંચી હતી. તે સમયે તેમને લઈને મોડાસા હોસ્પિટલ જવા માટે રવાના થાય થયા હતા, પરંતુ મોડાસા પહોંચતા પહેલા જ રસ્તામાં પ્રસૂતિની પીડા વધી જવા પામી હતી.જેને પગલે ૧૦૮ એમ્બુલન્સને રસ્તામાં જ સાઇડમાં પર કરીને એમ્બ્યુલન્સના ફરજ પરના E.M.T અધિકારીશ્રી રવિ સોલંકી અને પાયલોટ કરણ કુમારની સુજબૂઝથી સમય સૂચકતા જાળવી રાખીને પીડિત દર્દી ફિરોજાબીબીની એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ફિરોજાબીબીને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here