મહિલા સરપંચના પતિએ પોતે પોતાની સાઈન કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાના આક્ષેપો

0
41જૂનાગઢ : જિલ્લાના રૂપાવટી ગામના મહિલા સરપંચના પતિ જીજ્ઞેશભાઈ હીરપરા પોતાની જાતને અત્ર તત્ર સર્વત્ર ગણી સરકારી નાણાનું લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે, અને તેમના પત્નીના સરપંચ હોવાનો ગેરલાભ ઉપાડી ગામને સુવિધાથી વંચિત રાખી પોતાની તિજોરી ભરી હોવાનો ગામના જ ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ ડી. ડી.ઓને રજૂઆત કરી હતી. વધુમાં ઉપસરપંચે ડી.ડી.ઓ.ને રજૂઆત કરતા જણાવ્યું હતું, કે રૂપાવટી ગામના સરપંચ તરીકે સરોજબેન જીગ્નેશભાઈ હીરપરા છે.

જયારે તેઓનું તમામ કામ તથા સહીઓ તેમના પતિ જીગ્નેશભાઈ પરસોતમભાઈ હિરપાર ભ્રષ્ટાચારની બાબતે જીગ્નેશભાઈ તથા તેમના પત્ની બન્નેની સહીના નમુના લઈ તાત્કાલીક ધોરણે એફ.એસ.એલ.સમક્ષ મોકલવા અને ત્યારબાદ તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. રૂપાવટી ગામે સને ૨૦૧૯-૨૦૨૦ માં એ.ટી.વી.ટી. બાંધકામ શાખા અંર્તગત રૂપાવટી ગામના કબ્રસ્તાનની અંદરના ભાગનો સી.સી. રોડ બનાવવાની રકમ રૂ.૧,૫૦,૦૦૦ રૂપીયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ હતી . પરંતુ આ મહિલા સરપંચ ના પતિ જીગ્નેશભાઈએ જાણે કે તે પોતેજ ગામના રાજા હોય તેવી રીતે કબ્રસ્તાનમાં સી.સી.રોડ બનાવ્યો નહી પરંતુ અન્ય એક દરગાહમાં ચોક બનાવી દીધેલ છે, સરકારી કામની સિમેન્ટ થેલીઓ બારોબાર વહેંચી આંગણવાડીમા પણ આ કૃત્ય ગેરકાયદેસર આચર્યું છે. જે ગેરબંધારણી અને વર્ક ઓર્ડર વિરૂધ્ધનું છે. વધુમાં ઉપસરપંચે ડી.ડી.ઓને રજૂઆતમાં જણાવ્યું હતું કે વર્ક ઓર્ડર મુજબ ૫૩ ગ્રેટની સીમેન્ટ વાપરવાની હોય તેના બદલે આ જીગ્નેશભાઈએ મીની પ્લાન્ટની વિન્ટેક સીમેન્ટ વાપરેલ છે. આ અંગે તલાટીમંત્રી રૂપાવટી ટેકનીકલ આસીસ્ટન્ટ મનરેગા તથા એસ.ઓ. તાલુકા પંચાયત કચેરી જુનાગઢના વગેરેને રૂબરૂ સમક્ષ હાજર કરી ઉપરોકત બાબતે નીવેદનો લઈ તાત્કાલીક ધોરણે રૂપાવટી ગામના હિતમાં તથા ન્યાયના હિતમાં કાર્યવાહી કરવી. આ બાબતે રજૂઆત કરતા અરજી સાથે તમામ કામના ફોટોગ્રાફ તથા વર્કઓર્ડર સામેલ પણ કરેલ હતા. ન્યાયના હિતમાં ધ્યાને લેવા તેમજ તાત્કાલીક ધોરણે સ્થળ ખરાઈ કરવા રજૂઆત કરેલ હતી.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here