હળવદ ના સુખપર ગામે પ્રેમી યુગલે ટ્રેન નીચે જંપલાવ્યું

0
50વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ પંથકમાં કેનાલમાં અને ટ્રેન નીચે ઝંપલાવ્યાની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે જેમાં હળવદના દેવીપુર ગામ પાસે રેલવે ટ્રેન નીચે ઝંપલાવી પ્રેમી યુગલોએ સજોડે આપધાત કરી લેતાં બનાવ સ્થળે લોકોની ભીડ જામી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના સુખપર પાસે આજે સવારે દસ વાગ્યાની આસપાસ દેવીપુરના પ્રેમી યુગલોએ સજોડે આપઘાત કરી લીધો હતો જેમા દેવીપુરના સહદેવ ભાઈ અઘારા અને કાઝલબેન કોળીએ રેલવે ટ્રેક પર પડતું મુકીને આત્મહત્યા કરી લેતાં ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here