ડેડીયાપાડા ના કુનબાર ગામે આવેલી નર્સરી અને ઇકો ટુરીઝમ સેન્ટર ખાતે ગ્રામજનો દ્વારા મારે ધાંધલ-ધમાલ મચાવી તોડફોડ કરી જંગલ જમીન ખેડવાની કોશિશ કરતા ટોળા વિરુદ્ધ વનવિભાગના કર્મચારી ફરિયાદ નોંધાવી છે

0
38







  • ડેડીયાપાડા ના કુનબાર ગામે આવેલી નર્સરી અને ઇકો ટુરીઝમ સેન્ટર ખાતે ગ્રામજનો દ્વારા મારે ધાંધલ-ધમાલ મચાવી તોડફોડ કરી જંગલ જમીન ખેડવાની કોશિશ કરતા ટોળા વિરુદ્ધ વનવિભાગના કર્મચારી ફરિયાદ નોંધાવી છે

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી મગનભાઇ કેસુરભાઇ વસાવા ઉ.વ ૫૧, ધંધો, નોકરી, રહે. હાલ ફોરેસ્ટ કોલોની, લીમડા ચોક, દેડીયાપાદા મુળ.રહે સોલીયા, તા.દેડીયાપાડા, જી નર્મદા ની ફરીયાદ મૂજબ આરોપીઓ :- (૧) અમરસીંગભાઇ નવાભાઇ વસાવા (૨) હરીસીંગભાઇ નવાભાઇ વસાવા (૩) જગદીશભાઇ જયંતિભાઇ વસાવા (૪) સંજયભાઇ સોમાભાઇ વસાવા (૫) પારસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૬) ઘનશ્યામભાઇ વેસ્તાભાઇ વસાવા (૭) દિનેશભાઇ અમરસીંગભાઇ વસાવા (૮) અર્જુનભાઇ રમણભાઇ વસાવા (૯) મંગુભાઇ બામણીયાભાઇ વસાવા (૧૦) ગણપતભાઇ પારસીંગભાઇ વસાવા (૧૧) વિરસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૧૨) રાજેન્દ્રભાઇ અમરાસીંગભાઇ વસાવા (૧૩) ખાનસીંગભાઇ દામજીભાઇ વસાવા તમામ રહે. કુનબાર, તા.દેડીયાપાડા, જી.નર્મદા તથા બીજા પંદરેક માણસો મળી આસરે ૨૫ થી ૩૦ જેટલા માણસોનુ ટોળુ તમામ આરોપીઓ રહે કુનબાર તા.દેડીયાપાડા
ખાતે તા.૨૫/૦૬/૨૦૨૧ના રોજ કલાક ૦૯/૧૫ વાગે મોજે કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે તમામ આરોપીઓ કુનબાર ગામના રહેવાસી છે અને તેઓએ જંગલ ખાતાની આરક્ષીત જમીન ખેડાણ કરવા આપો તેમ કહી જંગલ ખાતાની અધિકૃત જમીન મેળવવા સારૂ આરોપીઓએ કુનબાર ગામના પોલીસ પટેલ નાઓના ઘરે ભેગા થઇ ગુનો કરવા માટેનું આગોતરૂ કાવતરૂ ધડી ,મારક હથીયારો ધારણ કરી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી કુનબાર ગામની ફોરેસ્ટ રક્ષીત સેંટ્રલ નર્સરીમા ગુનાહીત પ્રવેસ કરી નર્સરીના ફુલ છોડ તથા વૃક્ષોને કાપી નાખી નુકસાન કરી તથા સરકારી ટેન્ટ તથા તેના દરવાજા અને સીક્યુરીટી કેબીનના દરવાજા
અને કાંચ તથા સરકારી બાકડાઓ ને તાડફોડ કરી આસરે રૂપીયા ૬૦,૦૦૦/- જેટલુ નુકસાન ફરીયાદી તથા સાહેદોને માર મારી ગાલો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આ મે જીલ્લા મેજી શ્રી નાઓના હથીયાર બંધી તથા કોવીડ ૧૯ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે
ડેડીયાપાડા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નંબર

૧૧૮૨૩૦૦૪૨૧૦૪૧૧_૨૦૨૧ ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૮,૧૨૦-બી, ૩૩૨,૪૪૭,૫૦૪, ૫૦૬(૨),૨૬૯ તથા વન અધિનીયમ ૧૯૨૭ ની કલમ ૨૬(૧),એ.ડી એક્ તથા જાહેર મિલ્કતને નુકસાન થતું અટકાવવા બાબતે નો અધિનીયમ ૧૯૮૪ ની કલમ ૩ મુજબ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૧ બી તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ કરી છે જેથી પોલિસે ગ્રામજનો ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here