NSUI દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટ

0
40







જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2017 થી કોઈપણ વિધાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ન આપવામાં આવતા અને NSUI દ્વારા 5 થી 7 વખત લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી હતી. છતાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા દર વખતે લોલીપોપ રૂપી વચનો આપવામાં આવે છે, તો હવે થી NSUI અને વિદ્યાર્થીઓ આવા લોલીપોપ નહીં સ્વીકારે અને હવે ફક્ત ને ફક્ત ડિગ્રી વિતરણની તારીખ જોઈએ છે. જેમાં NSUI દ્વારા તંત્રને 48 કલાકનો સમય આપ્યો અને જો 48 કલાકની અંદર ડિગ્રી સર્ટિફિકેટ વિતરણની તારીખ જાહેર નહીં કરાય તો NSUI યુનિવર્સિટી કેમ્પસની સામે તારીખ નક્કી થશે. ત્યાં સુધી અનિશ્ચિત પ્રતીક ઉપવાસ કરાશે .વધુમાં જણાવ્યું હતું કે NSUI આશા રાખે કે વહેલી તકે તારીખ જાહેર કરો અન્યથા NSUI અને વિદ્યાર્થીઓની સાથે ચુંટાયેલા ધારાસભ્યો પણ ઉપવાસ કરવાના શાંતી પ્રિય રીતે આંદોલન કરવાના હોયએ અને આમાં કાંઈ પણ અનીચ્છનીય બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસન ની રહશે આ મુદા નું 24 કલાક ની અંદર નિરાકરણ નહિ આવે તો આંદોલન થશે…

અહેવાલ : ભરત બોરીચા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here