ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ

0
48ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી જેમાં જિલ્લામાં કૉંગ્રેસ પક્ષને વેગવંતો બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પક્ષને ભારે ધોબી પછડાટ મળી છે.ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી 01 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 48 બેઠકોમાંથી માત્ર 07 બેઠકો જ કૉંગ્રેસનાં ફાળે આવતા વિપક્ષમાં પણ બેસવા માટે લાયક રહી નથી.ત્યારે હાલમાં ડાંગનો કૉંગ્રેસ પક્ષ ફરી જીવંત બનવા મથી રહયો છે.ગતરોજ ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી અને કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની અધ્યક્ષતામાં આહવા ખાતે કૉંગ્રેસનાં આગેવાનોની કારોબારી બેઠક મળી હતી.આ બેઠકમાં કૉંગ્રેસી આગેવાનોએ જિલ્લામાંથી કોરોનાનાં કારણે મોતને ભેટેલા વ્યક્તિઓનાં આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી શોકાજંલી અર્પી હતી.આ બેઠકમાં નવી કારોબારીની રચના,સંગઠનમાં ખાલી પડેલ પદોને તાત્કાલિક અસરથી ભરવા, તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસનાં મેન્ડેટ પરથી જીતેલા 08 સભ્યોને સન્માનિત કર્યા હતા.ડાંગ જિલ્લા કૉંગ્રેસની કારોબારી બેઠકમાં પ્રમુખ મોતીલાલ ચૌધરી, સ્નેહલ ઠાકરે,મુકેશભાઈ પટેલ,સૂર્યકાંત ગાવીત,દેવરામભાઈ ગાયકવાડ,વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. અને ડાંગ જિલ્લામાં ફરીથી તૂટેલી કૉંગ્રેસને ઉભી કરવા માટેનો નેમ વ્યક્ત કર્યો હતો..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here