મેઘરજમાં રખડતા પશુઓ અને ગાયો તેમજ સાંઢ ધ્વારા અંડિગા જમાવી દેતા ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ છે

0
54 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજમાં રખડતા પશુઓ અને ગાયો તેમજ સાંઢ ધ્વારા અંડિગા જમાવી દેતા ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ છે

મેઘરજમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે તેવા સંજોગોમાં જાહેર માર્ગો છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓ અને ગાયો તેમજ સાંઢ ધ્વારા અંડિગા જમાવી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ રખડતા પશુઓ તેમજ ગાયો અને સાંઢ ધ્વારા અંદરો અંદર ઉધમાત મચાવતા સોસાયટીમાં ધસી જાય છે અને સોસાયટીમાં રહેલ વાહનો અને બાથરુમ તેમજ પાણીના કનેક્શનો પણ તુટી જાય છે ત્યારે ગુરૂવારના રોજ દરજીવાડા વીસ્તારમાં કેટલાક મકાનોમાં માતેલા સાંઢોએ ઉધમાત મચાવતા કેટલાક રહીશોના બાથરુમની સેનીટેશન અને વોશબેસીન સહીતની સામગ્રી આખલોઓએ તોડી નાખતા રહીશોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે તેમજ કેટલાક માસ અગાઉ પણ દરજીવાડા વિસ્તારમાં આખલાઓએ તોફાન મચાવતા કેટલાક ઘરમાલિકોના ઘર આગળ રહેલ વાહનોને પણ નુકશાન પહોંચ્યુ હતુ ત્યારે રહીશોએ રખડતા પશુઓ અને માલિકો સામે કાર્યવાહી કરવા મેઘરજ ગામ પંચાયતને વારંવાર રજુઆતો કરી છે છતા મેઘરજ ગામ પંચાયતના સત્તાધીશો ધ્વારા રખડતા પશુઓના ત્રાસને અટકાવવા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયો છે તેમજ ફળીયાના રહીશો તેમજ નાના બાળકો અને વૃધ્ધો નો રખડતા પશુઓથી ભોગ લેવાય  અને મોટી હોનારત સર્જાય તે પુર્વે મેઘરજ ગામ પંચાયત જાગે અને રખડતા પશુઓ અને માલિકો સામે કાર્યવાહી હાથ ધરે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here