ગણતરીના દિવસો માં બાઇક ચોર ને ઝડપી પાડતી જબુંસર પોલીસ

0
41પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેંદ્રસિંહ ચુડાસમા નાઓએ પો.સ્ટે વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા અગાઉ થયેલ મિલ્કત સંબંધી ગુ”ા વણશોધાયેલ હોય જે શોધી કાઢવા આપેલ સૂચના આધારે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી એજી.ગોહીલ જંબુસર વિભાગ જંબુસર નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ જંબુસર પો.સ્ટે. વિસ્તારમાં વણ સોંધાયેલ ગુનાઓ પૈકી જંબુસર પો.સ્ટે નોંધાયેલ પાર્ટ એ ગુ.ર.ન ૧૧૧૯૯૦૨૭૨૧૦૯૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ના ગુનાના કામે આ કામના ફરીયાદી રસુલબેગ રૂસ્તમબેગ જાતે મીરજા રહેકાવી રીંગ રોડ, નુરાની સોસાયટી પાસે, તા.જંબુસર જી.ભરૂચ નાઓની ચોરીએ ગયેલ પેશન પ્રો. મો.સા. ગાડી નં.GJ-16-EC-7679 બાબતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ અને પોકેટકોપની મદદથી તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ ની મદદ થી આજ રોજ તા.૨૬/૦૬/૨૦૨૧ ના રોજ ડામા ચોકડી જંબુસર ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમિયાન એક પેશન પ્રો. મો.સા. ગાડી નં.GJ-16-EC-7679 ની આવતા તેને રોકી સદર ઇસમ પાસે ટુ વ્હીલર ને લગતા આર.ટી.ઓ માન્ય કાગળો/વાહન માલિક બાબતે ખરાઇ કરતા શંકાસ્પદ જણાઇ આવતા ટુ વ્હીલર બાઇકના રજીસ્ટ્રેશન નંબર આધારે મોબાઇલ પોકેટ કોપ આધારે વાહન સર્ચ કરતા સદર મો.સા. જંબુસર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કાવી રીંગ રોડ, નુરાની સોસાયટી પાસેથી બે દિવસ અગાઉ ચોરી થયેલાની માલુમ પડતા આરોપીની વધુ સધન પુછપરછ કરતા સદર ટુ વ્હીલર ચોરી કરેલાની કબુલાત કરેલ. અને તેના કબ્જામાંથી પેશન પ્રો. મો.સા. ગાડી નં.GJ-16-EC-7679 ની કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ ગુનાના કામે કબ્જે કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીનો કવિડ ૧૯ ટેસ્ટ કરાવી અગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વણ શોધાયેલ ગુનાની વિગત: (૧) જંબુસર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૯૦૨૭૨૧૦૯૭૦૪૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ આરોપીનું નામ: દિનેશભાઇ જેસંગભાઇ પરમાર રહે.માલપુર તા.જંબુસર જી.ભરૂચ રીકવર કરેલ મુદ્દામાલ: એક પેશન પ્રી. મી.સા. ગાડી નં.GJ-16-EC-7679 જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ: પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ.એસ.પરમાર તથા આપો.કો.કનકસિંહ મેરૂભા બ.નં.૦૧૧૧૩ તથા અ.પો.કો.ઉમંગભાઇ હરીભાઈ બ.નં.૦૧૩૩૧ તથા આપો.કો.પ્રવિણભાઇ ભલાભાઇ બ.નં૦૧૪૦૬ તથા આપો.કોરજનીકાંત દિનેશભાઇ બાન ૧૩૭૧ જંબુસર પો.સ્ટે. સ્ટાફના માણસો મારફતે ટીમવર્કથી કરવામાં આવેલLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here