કોંગ્રેસના સરપંચો સહિત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યોએ કર્યો કેસરિયો ધારણ

0
38વિસાવદર : તાલુકાની 2 ગ્રામ પંચાયત અને 1 તાલુકા પંચાયતના સરપંચ સહિત સભ્યોએ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસ ને બાય બાય કરી જીલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો, અને જણાવ્યું હતુ કે , દેશના યશસ્વી માનનીય વડાપ્રધાનશ્રી.નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની વિચારધારા સાથે પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાયા હતા. આ તકે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ હરસુખભાઈ ડોબરીયા, સભ્ય,ગફુર ભાઈ બ્લોચ, માલદેભાઈ કમાભાઈ, હિતેશ ભાઈ કોટડીયા, અજય ભાઈ ચૌહાણ, રમેશભાઈ સગર, કેશુભાઈ સોલંકી, મયુરભાઈ સાવલીયા અને હરજીભાઈ બજાણીયા સહિત વિસાવદર તાલુકાના ગોવિંદપરા ગામના સરપંચ રાકેશભાઈ સુખડીયા, ઉપસરપંચ રમેશભાઈ પોપટભાઈ દુધાત, માજી સરપંચ સંજયભાઈ માથુકિયા સહિત આગેવાનો સાથે જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલની શુભેચ્છા મુલાકાત કરેલ બાદમાં આવેલા તમામ કોંગી હોદ્દેદારોએ લોક હિતનાકામ અંગે વેગ આપવા માટે એક જૂથ થઈને આવનારી ચૂંટણી દરમ્યાન કમળને વિજય બનાવવા નિર્ધાર કર્યો હતો.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here