મુન્દ્રા બારોઇના લોકોને સ્થળ પર જ મેલેરિયાનું નિદાન કરી સારવાર અપાશે

0
38


જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા રેપીડ ટેસ્ટ અંગે આશાઓને અપાયું માર્ગદર્શન

મુન્દ્રા, તા.૨૬: તાજેતરમાં રોટરી હોલ ખાતે મેલેરિયા રોગ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુન્દ્રા બારોઇ નગરપાલિકા વિસ્તારની તમામ આશા બહેનોને મેલેરિયા નિદાન માટે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કીટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મેલેરિયાના નિદાન માટે લોહીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતા અને તેના પરિણામ માટે ઘણો સમય લાગતો હતો જ્યારે હવે તમામ આશાઓને રેપીડ કીટ આપવાથી મુન્દ્રા બારોઇના તાવના દર્દીઓને સ્થળ પર જ નિદાન કરીને મેલેરિયાની સારવાર આપવામાં આવશે અને કચ્છ 2022માં મેલેરિયા મુક્તિનું ધ્યેય હાંસલ કરશે એવી નેમ વ્યક્ત કરતા જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશ એચ. દુર્ગાણીએ આશાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

વહેલું નિદાન, ત્વરિત અને સંપૂણ સારવાર, રોગ અટકાયતી પગલાઓ, પોરા નાશક કામગીરી જેવા વિષયો સાથે જિલ્લા સુપરવાઈઝર જયેશ ભાનુશાલી, તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયા, પ્રકાશ ઠક્કર, વિનોદ ઠક્કર તેમજ લેબ. ટેક. અંકિતાબેને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here