રાજ્યમાં ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો

0
84







રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, આ ભાવ વધારા સાથે પ્રજાને અનેક હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં મોટા શહેરોની વાત કરીએ તો હવે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે ઈંધણના વેચારણમાં પણ ઘટાડો થયો હોય તેવું જાણકારો કરી રહ્યા છે આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલ 94.98 અને ડીઝલ 95.46 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે જ્યારે રાજકોટ પેટ્રોલ 95.10 અને ડીઝલ 95.60 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે જો વડોદરા વાત કરવામાં આવે તો શહેરમાં પેટ્રોલના ભાવમાં 94.64 રૂપિયા અને ડીઝલ ભાવ પ્રતિ લિટરે 95.12 રૂપિયા થઈ ગયા છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here