પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો કોરોના મહામારીને લઈને કરાયો રદ

0
38
જૂનાગઢ : સૌરાષ્ટ્રની પ્રાચીન જગ્યા પરબધામ હોય વર્ષોથી પરંપરા મુજબ અષાઢીબીજનો મેળો યોજાતો હોય, ત્યારે દેવીદાસબાપુ અને અમરમાંએ પરબ ધામમાં અષાઢીબીજના દિવસે ચેતન સમાધી લીધી હતી.
ત્યારથી પરબધામમાં પરમ પરંપરાગત અષાઢી બીજનો મેળો ઉજવાતો આવતો હોય છે.
જેમાં હિન્દૂ ધર્મમાં અષાઢી બીજનું ખુબજ મહત્વ હોય ત્યારે જગન્નાથ પુરી રથયાત્રા, અમદાવાદ જગન્નાથ રથયાત્રાનું ખુબજ મહત્વ હોય છે.
ત્યારે પરબધામ મંદિરમાં માત્ર નિશાન પૂજન, સમાધિ પૂજન, હોમાત્મક યજ્ઞ પૂજનનો યૂટ્યૂબ ચેનલના મધ્યમથી દર્શનનો લાભ લઈ શકશે પરબધામ મેળામાં આઠ થી દસ લાખ લોકો સતદેવીદાસ અમરદેવીદાસ બાપુની સમાધીને શીસ જુકાવતા હોય છે.
પરંતુ કોરોના મહામારીમાં ગાદિપતિ કરસનદાસ બાપુ દ્વાર કોરોના મહામારીમાં લોકોના હિતમાં મેળો રદ કરાયો છે.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here