કેશોદ સરકારી દવાખાને સામે આવી તંત્રની બેદરકારી

0
48




કેશોદ : ગત. ૨૧ જૂન યોગ દિવસથી કોરોના વેકસીન લેવાં માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોને પ્રેરિત કરવામાં આવ્યાં બાદ કોરોના વેકસીન લઈને સુરક્ષા કવચ મેળવવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે કેશોદ સરકારી દવાખાનામાં કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
કેશોદ સરકારી દવાખાને આજરોજ પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેવાં માટે ટેલિફોનીક સુચના આપવામાં આવતાં ત્રણસોથી વધારે લોકો એકઠાં થઈ ગયાં હતા, ત્યારે માત્ર ૪૦ ડોઝ હોવાનું જવાબદાર તંત્ર દ્વારા જણાવવામાં આવતાં ધક્કામુક્કી મચી ગઈ હતી, અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
ત્યારે કોરોના રસીકરણ માટે આવેલાં લોકો દ્વારા હોબાળો મચાવતાં પોલીસને બોલાવી પડી હતી.
જેમાં કેશોદ સરકારી દવાખાને રસીકરણ કાર્યક્રમમાં પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી ત્યારે અન્ય સ્થળોએ વેક્સિનેસન કામગીરી શા માટે કરવામાં આવે છે, એવાં પ્રશ્નો ઉઠ્યા હતા.
કેશોદના ચાર ચોક વિસ્તારમાં મસમોટું હોડિગ્ઝ લગાવી લોકોને અપીલ કરતાં સતાધારી પક્ષના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા કેશોદ શહેર તાલુકામાં કોરોના વેકસીનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં વામળા સાબિત થયાં છે. જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેર તાલુકામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કેશોદ શહેર તાલુકામાં કોરોના કવચ આપવા રસીકરણ કાર્યક્રમને પ્રાથમિકતા આપવી જોઈએ અને વધું ડોઝ ફાળવવા માટે માંગ ઉઠી છે.
ત્યારે એક તરફ ત્રીજી લહેર આવવાનાં સંકેતો આપવામાં આવી રહ્યાં છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત બનાવવા જરૂરી ડોઝ ન ફાળવી વિવાદો ઉભા કરી રહ્યું છે. કેશોદના જવાબદાર ચુંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર હોદેદારો કોરોના વેકસીન નો જથ્થો વધારવા રજૂઆત કરશે કે પોપટ વાણી સ્વરૂપે મીઠી મીઠી મોટી મોટી વાતો જ કરશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here