ખેડૂત આંદોલને ફરી જોર પકડ્યું

0
37મહિનાઓથી દિલ્હીની બોર્ડરને ઘેરીને બેઠેલા ખેડૂતોએ શનિવારે આંદોલન વેગવંતું બનાવવાના પ્રયાસો કર્યા હતા. સમગ્ર પંજાબથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંડીગઢ પહોંચ્યા તો હરિયાણાના ખેડૂતોએ પંચકૂલાના રસ્તેથી ચંડીગઢમાં પ્રવેશ કર્યો. એ બાદ આંદોલનની શરૂઆત થઈ. આંદોલન કરતા ખેડૂતો ચંડીગઢના લગભગ 6થી 7 કિલોમીટર અંદર ઘૂસી ગયા, જોકે રાજભવનની પાસે પોલીસે તેમને રોકી દીધા.

ખેડૂતોએ ગવર્નરના નામનું મેમોરેન્ડમ ડીસીને આપ્યું અને ત્યાંથી પરત ફરી ગયા. ખેડૂતોના સંયુક્ત મોરચાએ કહ્યું હતું કે તેમની કૂચ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ અનેક જગ્યાએ ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યાં. ત્યારે આ ખેડૂતોને રોકવા પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here