ધોરણ 10નું પરિણામ 1 જુલાઈએ જાહેર થઇ શકે છે

0
44કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે પરીક્ષા ના યોજાઈ હોવાથી વિદ્યાર્થીઓને સીટ નંબર કે રિસિપ્ટ આપવામાં આવ્યા નથી. જેના કારણે ઓનલાઈન પરિણામ જાહેર કઈ રીતે કરવું તે અંગે વિચારણા ચાલી રહી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ઓનલાઈન પરિણામ જાહેર ના કરી શકાયું તો સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવવાનું રહેશે.

આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઓનલાઈન પરિણામ જાહેર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે સીટ નંબર ના હોવાને કારણે આ વખતે ફોર્મેટ બદલાશે. બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર સ્કૂલના નામ પરથી જ પરિણામ મેળવી શકાય તે માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ તેમ ના થઇ શકે તો સીધું સ્કૂલ પરથી પરિણામ મેળવવાનું રહેશે. પરિણામ તૈયાર થઇ ચુક્યૂં છે જે આવતા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. આગામી 1 જુલાઈએ પરિણામ જાહેર થઇ શકે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here