મોટી ભાદરોલી ગામના ખેડૂતને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ઘટના સ્થળ ઉપર મૃત્યુ

0
34પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના મોટી ભાદરોલી ગામમા રહેતા વિનોદ પ્રભાતસિંહ રાઠોડ રાત્રે જમી પરવારી આઠેક વાગ્યાના અરસામાં પોતાના મકાઇના ખેતરમાં ભૂંડો હેરાન કરતા હોય તેવો જતા હતા ત્યારે નવો બનીરહેલ નેશનલ હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનો વાહન હંકારીને પોતાના ખેતરમાં જતા વિનોદભાઇને અડફેટમાં લઇ ભાગે માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર તેઓનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતુ. અકસ્માતના સ્થળે અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો.મૃતક ની લાશ સગાં સંબંધીઓએ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરણ પામેલા યુવકના સગા સંબંધીઓ દ્વારા દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે નું કામ કરતા એમસીસી કંપનીના વાહન ચાલકો સામે અક્સ્માત કર્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. જેની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ એચ નિસરતા દ્વારા શરૂ કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here