જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

0
31 

 

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર પ્રખંડ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પ વિદ્યાનંદજી મહારાજ ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં ૧૦૦ જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું

જંબુસર વીએચપી દ્વારા વખતોવખત ધાર્મિક સામાજિક કાર્યો છેલ્લાં ચાલીસ વર્ષથી કરવામાં આવે છે દાન અનેક પ્રકારના હોય છે જેમકે કન્યાદાન વિદ્યાદાન સહિતના દાનો મનુષ્ય કરતાં હોય છે પરંતુ સર્વશ્રેષ્ઠ દાન રક્તદાન છે રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર પ્રખંડ દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પ વિદ્યાનંદજી મહારાજ ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં જીલ્લા સહમંત્રી વીએચપી ભુપેન્દ્રભાઈ પંચાલ દક્ષિણ ગુજરાત પ્રાંત સત્સંગ સંયોજક ગોવિંદભાઈ પટેલ બિપીનભાઇ પટેલ શહેર પ્રમુખ ચંન્દ્રકાન્તભાઈ પટેલ હાજર રહ્યાં હતાં…

શાસ્ત્રમાં અનેક પ્રકારના દાન લખ્યા છે જેમાં રક્તદાન સૌથી મોટુ દાન છે રક્તદાન કરવાથી નવી રક્ત કોશિકાઓ બને છે દરેક વ્યક્તિએ દર ત્રણ મહિને રક્તદાન કરવું જોઈએ તથા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના તથા તેના દ્વારા તથા સમાજ ઉપયોગી કાર્યો અંગે સવિસ્તાર માહિતી ઉપસ્થિત સંતો દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે બજરંગ દડ સહ સંયોજક જીગરભાઈ ગાંધી તાલુકા મંત્રી શક્તિભાઈ પટેલ સંયોજક શહેર રાકેશભાઈ સોલંકી મંત્રી હર્ષદભાઈ પંચાલ સહિત કાર્યકરો હાજર રહ્યા અને સેવાઓ આપી હતી

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here