સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સી પ્લેન ઉતારવાના તળાવ પાસે મગરો ને પકડવા પીંજરા મુકાયા

0
53







સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સી પ્લેન ઉતારવાના તળાવ પાસે મગરો ને પકડવા પીંજરા મુકાયા

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ થયા પછી ત્યાં રોજ નવા-નવા પ્રયોગ તો નિર્માણ થયા છે આવી રીતે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સી પ્લેન લોકાર્પણ કર્યું હતું સિપ્લા ની સુવિધા અમદાવાદ થી કેવડીયા સુધી શરૂઆત કરવામાં આવી હતી પણ હાલ દોઢ મહિનાથી આ સુવિધા બંધ છે સિ પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે જ્યાં સી પ્લેન ઉતરે છે ત્યાં તળાવ માંથી મગર પકડવા માટે ત્યાં પીંજરા મુકવામાં આવ્યા છે સી પ્લેન પણ ફરીથી ચાલુ થાય તો સી પ્લેન તળાવમાં લેન્ડિંગ માં કોઈ તકલીફ ના પડે એના માટે મગરો પકડવામાં આવી રહ્યા છે આવી સૂત્રો પાસે થી માહિત પ્રાપ્ત થઈ છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here