ડેડીયાપાડા ના કુનબાર ગામે જંગલની જમીન ખેડવા બાબતે મામલો બીચકયો : નર્સરી અને ઇકો ટુરીઝમ સેન્ટર ખાતે ધમાલ મચાવી તોડફોડ

0
43







ડેડીયાપાડા ના કુનબાર ગામે જંગલની જમીન ખેડવા બાબતે મામલો બીચકયો : નર્સરી અને ઇકો ટુરીઝમ સેન્ટર ખાતે ધમાલ મચાવી તોડફોડ

જંગલ જમીન ખેડવાની કોશિશ કરતા ટોળા વિરુદ્ધ વનવિભાગના કર્મચારી એ નોંધાવી ફરિયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

ડેડીયાપાડા ના કુનબાર ખાતે જંગલ જમીન ખેડવા બાબતે ગ્રામજનો વિફરયા નર્સરી અને ઇકોટુરિઝમ સેન્ટર ખાતે ધમાલ મચાવી તોડફોડ કરતા ફોરેસ્ટ ખાતાના કર્મચારીએ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી મગનભાઇ કેસુરભાઇ વસાવા રહે. હાલ ફોરેસ્ટ કોલોની, લીમડા ચોક, દેડીયાપાદા મુળ.રહે સોલીયા, તા.દેડીયાપાડા, જી નર્મદા ની ફરીયાદ મૂજબ આરોપીઓ (૧) અમરસીંગભાઇ નવાભાઇ વસાવા (૨) હરીસીંગભાઇ નવાભાઇ વસાવા (૩) જગદીશભાઇ જયંતિભાઇ વસાવા (૪) સંજયભાઇ સોમાભાઇ વસાવા (૫) પારસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૬) ઘનશ્યામભાઇ વેસ્તાભાઇ વસાવા (૭) દિનેશભાઇ અમરસીંગભાઇ વસાવા (૮) અર્જુનભાઇ રમણભાઇ વસાવા (૯) મંગુભાઇ બામણીયાભાઇ વસાવા (૧૦) ગણપતભાઇ પારસીંગભાઇ વસાવા (૧૧) વિરસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૧૨) રાજેન્દ્રભાઇ અમરાસીંગભાઇ વસાવા (૧૩) ખાનસીંગભાઇ દામજીભાઇ વસાવા તમામ રહે. કુનબાર, તા.દેડીયાપાડા, જી.નર્મદા તથા બીજા પંદરેક માણસો મળી આસરે ૨૫ થી ૩૦ જેટલા માણસોનુ ટોળુ તમામ આરોપીઓ રહે કુનબાર તા.દેડીયાપાડા ખાતે તા.૨૫/૦૬/૨૦૨૧ના રોજ કલાક ૦૯/૧૫ વાગે મોજે કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે તમામ આરોપીઓ કુનબાર ગામના રહેવાસી છે અને તેઓએ જંગલ ખાતાની આરક્ષીત જમીન ખેડાણ કરવા આપો તેમ કહી જંગલ ખાતાની અધિકૃત જમીન મેળવવા સારૂ આરોપીઓએ કુનબાર ગામના પોલીસ પટેલ નાઓના ઘરે ભેગા થઇ ગુનો કરવા માટેનું આગોતરૂ કાવતરૂ ધડી ,મારક હથીયારો ધારણ કરી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી કુનબાર ગામની ફોરેસ્ટ રક્ષીત સેંટ્રલ નર્સરીમા ગુનાહીત પ્રવેસ કરી નર્સરીના ફુલ છોડ તથા વૃક્ષોને કાપી નાખી નુકસાન કરી તથા સરકારી ટેન્ટ તથા તેના દરવાજા અને સીક્યુરીટી કેબીનના દરવાજા અને કાંચ તથા સરકારી બાકડાઓ ને તાડફોડ કરી આસરે રૂપીયા ૬૦,૦૦૦/- જેટલુ નુકસાન ફરીયાદી તથા સાહેદોને માર મારી ગાલો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આ મે જીલ્લા મેજી શ્રી નાઓના હથીયાર બંધી તથા કોવીડ ૧૯ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા તે બાબતે ડેડીયાપાડા પોલીસે ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે .



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here