ખડકી ગામે વડીલોપાર્જિત જમીન ખેડવા બાબતે કૌટુંબિક કાકા અને બે મહિલાઓ દ્વારા હુમલો કરતા ફરિયાદ

0
40પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના રામનાથ ગામે રહેતા જગદીશભાઈ પટેલ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ખડકી ગામે તેઓની વડીલોપાર્જીત જમીન આવેલી છે જે જમીનમાં ભાઈઓએ ભાગ પાડી લીધા હતા અને અલગ-અલગ રીતે તમામ ભાઈઓ ખેતી કરે છે શનિવારે વહેલી સવારે જગદીશભાઈ પટેલ તથા તેમના મોટા ભાઈ દિનેશભાઈ પટેલ નામના ગામથી ખડકી ગામે આવેલ પોતાની જમીન ખેડવાની હોવાથી ખડકી ગામે જવા નીકળ્યા હતા જ્યાં ખડકી ગામના હર્ષદ ભાઈ ચંદુભાઇ ચૌહાણ નું ટ્રેકટર લાવી ખેડવાનું શરૂ કરેલ હતું એકાદ વીઘા જેટલી જમીન ખેડયા બાદ સવારના દસ વાગ્યાના સુમારે તેઓના કુટુંબી કાકા સુધીરભાઈ જશુભાઇ પટેલ તથા કાકી ગીતાબેન સુધીરભાઈ પટેલ અને ધૃતિબેન નિલેષભાઈ પટેલ એમ ત્રણેય જણા ખેતરમાં આવી ચડેલા ગયા સુધીરભાઈ ના હાથમાં એક બોટલમાં પેટ્રોલ ભરેલ હતું જે પેટ્રોલ તેઓએ ટ્રેકટર ના આગલા વ્હીલ ઉપર નાખી દઈ ને આ જમીન તમારે ખેડવાની નથી જેથી જગદીશભાઈ આ જમીન મારી છે અને હું ખેડૂ છું તેમ કહેતા મા બેન સમાણી ગંદી ગાળો બોલી બંને મહિલાઓએ જગદીશભાઈ ને પકડી રાખેલા અને સુધીરભાઈ એ ધક્કો મારીને નીચે પાડી દઈ તેઓને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી સમગ્ર બાબતની ફરિયાદ જગદીશભાઈ પટેલ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે કૌટુંબિક કાકા અને બે મહિલાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here