ડેડીયાપાડા 108 ઈમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન દ્વારા એમ્બ્યુલન્સ માં પ્રસુતાની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ

0
57ડેડીયાપાડા 108 ઈમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન દ્વારા એમ્બ્યુલન્સ માં પ્રસુતાની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ

રાજપીપળા : જુનેદ ખત્રી

તા.19/06/21 ના રોજ ડેડીયાપાડા તાલુકાના ગુલદાચામ ગામની સ્નેહાબેન ને પ્રસુતિ ની પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ડેડીયાપાડા થી ઈ એમ ટી તુષાર વસાવા અને પાયલોટ રસિક વસાવા ગુલદાચામ ગામે પોહચી ગયા હતા, દર્દી ને એમ્બ્યુલન્સ મા લાવી વાઈટલ ચેક કર્યા અને સ્ટ્રેચર પર લીધા બાદ એમ્બ્યુલન્સ એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે જવા રવાના થયાં, રસ્તા થોડે દૂર જતા સાગર્ભાને પ્રસુતિની પીડા વધી જતા ઈ એમ ટી તુષાર ભાઈ વસાવા એ એમ્બ્યુલન્સ રસ્તા ની સાઈડ મા ઉભી રાખવી અને તપાસ કરી, જેમાં પ્રસુતિ નો સમય થઈ ગયો હોય તેમ લાગતું હતું જેથી એમ્બ્યુલન્સ માંથી ડિલિવરી કીટ નો ઉપયોગ કરી ઈ એમ ટી તુષાર ભાઈ વસાવા એ પોતાની આવડત અને સુજબુજ થી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરાવી. જેમાં માતા અને બાળક ને એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે એડમિટ કરાયા હતા અને માતા બાળક બન્ને સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here