ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકસ્પોટ પરથી પોલીસની નાકાબંધ દરમ્યાન પોલીસે એક આઈટેન ફોન વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ જથ્થો ઝડયો

0
43રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકસ્પોટ પરથી પોલીસની નાકાબંધ દરમ્યાન પોલીસે એક આઈટેન ફોન વ્હીલર ગાડીમાંથી

કુલ રૂા.૯૪,૩૬૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૧,૯૪,૩૬૦ નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કરી જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર વિરૂધ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાહરૂખ નવીન બક્ષજાતે મનસુરી અને તેની સાથે સકીલખાન રસીદભાઈ પઠાણ (બંન્ને રહે.તા.જી.ભીલવાડા,રાજસ્થાન) આ બંન્ને જણા ગત તા.૨૬મી જુનના રોજ પોતાના કબજાની આઈ ટેન ફોર વ્હીલર ગાડીમાં બેસી ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન નાકાબંધીમાં ઉભેલ પોલીસને આ ગાડી પર શંકા જતાં પોલીસે ગાડી સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી હતી અને પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેઓની આઈ ટેન ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૩૪૮ જેની કિંમત રૂા.૯૪,૩૬૦ અને ગાડીની કિંમત મળી કુલ રૂા.૧,૯૪,૩૬૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમોની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા ખાતે રહેતાં વિશાલભાઈ હરીહરભાઈ કહાર અને વિશાલનો મોટો ભાઈ એમ બંન્ને જણાએ ભરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ સંબંધે ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here