જામનગર pgvcl ની અર્થીંગ-ટ્રાન્સફોર્મર-પ્રિમોન્સુન કામગીરીની તપાસ જરૂરી

0
38
  1. જામનગર pgvcl ની અર્થીંગ-ટ્રાન્સફોર્મર-પ્રિમોન્સુન કામગીરીની તપાસ જરૂરી

વીજગ્રાહકોના અધીકારોના રક્ષણ ના કરતા તંત્ર સામે કાયદાકીય લડત જરૂરી

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

 

જામનગર pgvcl જેના કાર્યક્ષેત્ર હેઠળ જામનગર અને દ્વારકા બે જિલ્લા આવે છે તેમા અર્થીંગ અને ટ્રાન્સફોર્મર ગાર્ડ તેમજ પ્રીમોન્સુન કામગીરીની તપાસ જરૂરી છે કેમકે હાલ હજુ વરસાદ શરૂ થયો ન હોવા છતા વીજ પુરવઠા મામલે લોકો હેરાન છે તેમજ લાઇનોમા શોર્ટ સરકીટ વાયર તુટવાના તણખા ઝરવાના બનાવ ટ્રાન્સફોર્મર બગાડવાના સહિત અનેક બનાવ બને છે ત્યારે કરોડોનુ ખર્ચ જે મેન્ટેનન્સ કે પ્રિમોન્સુન મા થયા બાદ પણ પરિસ્થિતિ નિયમીત નથી તે મામલે લોકો હેરાન થાય છદ

બીજી તરફ જોઇએ તો  દર વરસની વાસ્તવિકતા પરથી તારણ કાઢીએ તો …… કેટલુ  પ્રિમોનસુન કામ  કર્યુ કેટલુ બાકી છે કેટલુ હજુ થશે ?એ પણ ઠોસ કર્યુ કે માત્ર જુજ દેખાડો કરી બીલ તગડા ને પુરતા બનાવ્યા??( આ શંકા એટલા માટે કે બાર કરોડ અલગથી પ્રિમોન્સુન ના જ વપરાય તો ય નુકસાન તો થાય જ છે ખર્ચ જેટલુ ય વળતર નમલે ઉપરથી વીજગ્રાહકો હેરાન થાય તે જુદુ તેનુ વળતર તો આપતા જ નથી ને!!??)

 

___________
હેવી લાઇનલોસ ને હજારોનો ધુમાડો……

સવાચાર લાખથી વધુ ગ્રાહકો ત્રણહજાર કરોડથી વધુ નુ બજેટ એક લાખથી વધુ ટ્રાન્સફોર્મર બેલાખજેટલા વીજપોલ સાડાત્રણસોથી વધુ ફીડર એચટીની છવીસસહજાર
કીમી ને એલટીની વીસહજાર કીમિની લાઇન છ ડીવીઝન એકત્રીસ સબડીવીઝન એક એચટી ડીવીઝન  સાડા ચારસો થી વધુ નુ મહેકમ ઉપરાંત દોઢસો રીપેરીંગ ગેંગ એકડઝન એજન્સી બે ડઝન થી વધુ કચેરી બીલ્ડીંગો પચીસસો એમયુએસ નો વપરાશ તેમાથિ અઢારસો કે ઓગણીસ સો ઐમયુનિટસ ના  બીલ બને ( લાઇનલોસ જંગી)બારસો કરોડ જેવી આવક અને દર મહિનાના દસથી બાર કરોડ મળી વરસે દોઢસો કરોડ રીપેરીંગ ખર્ચ મહેકમ ખર્ચ સાતસો થી આઠસો કરોડ તેમજ નવા પ્રોજેક્ટ ઇન્સટોલેશન ના એવરેજ ત્રણસો કરોડ ના ખર્ચ સાથે બીલીંગ વર્ક કલેક્શન વર્ક કમલેનવર્ક સહિતનુ જબરૂ કમઠાણ જામનગર સર્કલનુ છે પરંતુ જેમા જામનગર દ્વારકા બે જિલ્લા આવે છે તેમા કેવી રીતે પ્રજા એટલે વીજગ્રાહકલક્ષી કેટલી કામગીરિ થાય છે તે તો સૌ જાણે છે આ માત્ર  પીજીવીસીએલ  ની વાત છે જેટકોનો તો પાંચહજારકરોડથી વધુના બજેટનો વહીવટ નો અધ્યાય અલગ થાય તેવુ છે

 

______________
ટ્રાન્સફોર્મર ગાર્ડમા લાખના બાર હજાર…….

વળી ટ્રાન્સફોર્મર ના ગાર્ડ ૧૨ કરોડના ખર્ચે  એકના ચાલીસહજાર એમ ત્રણહજાર ટ્રાન્સફોર્મરને સાદી ભાષામા લોખંડની જાળીથી કવર કર્યા કે અકસ્માત ન થાય જોવાનુ છે કે તેનો ફાયદો શુ થાય છે વળિ આઇપીડીએસ હેઠળ સીલેક્ટેડ મા જ કામગીરી થઇ છે

_____________

અર્થીંગ મા અઢીકરોડો ચુકવ્યા છતા વીજગ્રાહકોને ગ્રાહક સુરક્ષા હેઠળ મળેલા અધીકારોનો ભંગ

હવે બીજુ એ કે અર્થીંગ નુ પણ એવુ જ છે તેમાટે પ્રોવાઇડીંગ અર્થ ટર્મીનલ ફોર એલટી કન્ઝ્યુમર્સ હેઠળ અઢી કરોડ નો ખર્ચ કરી નાંખ્યો પણ છેડા ફીટ નથી કર્યા ત્રીસ હજાર જોડાણમા કામ થયાનુ પત્રકમા છે પરંતુ થાંભલા પાસે ઝાડ ની પાતળી સુકી ડાળીનિ જેમ અર્થીંગ વાયરો તો કનેક્શન આપ્યા વગર લટકે છ કા ઉભા છ કોઇ કહેતુય નથી વિજ ગ્રાહકોને કે બાકીનુ કામ તમે કરાવજો આ ગરેાહક સુરક્ષા કાયદાનો ભંગ છે તેમ નિષ્ણાંતો એ કહ્યુ છે તેમજ વિજગ્રાહકોને જાણકારી આપવી સાતત્ય પુર્વક વિજ પુરવઠો આપવો કોઇ લાઇન ના અકસ્માત થી વિજગ્રાહકોને નુકસાન થાય નહિ તે પ્રમાણે સેફટી મેજર્સ લેવા કમ્લેન તુરંત એટેન્ડ કરવી વગેરે બાબતો ના પાલન કાયમ ન થાય તો વિજગ્રાહક ના અધીકારોનો ભંગ છે તેમજ કમ્પ્લેન કરનાર વિજ ગ્રાહકોના ફોન લેન્ડલાઇન કે મોબાઇલ જવાબદારો દર વખતે  ઉપાડતા પણ નથી આ મુદો પણ એક વખત જિલ્લા કક્ષાની મીટીંગમા ગંભીરતાથી ઉઠ્યો હતો ત્યારે જિલ્લા ઓથોરીટીએ આ બાબત ની સુચના આપી ગ્રાહકોના ફોન ઉપાડી ફરિયાદ દર વખતે નોંધાય તે જોવા અને ફોન ઉપાડવા તેમ તાકીદ કરાયેલી હતી જો કે તે મીટીંગમા ગયેલા અધીકારીઓ તો બદલી ગયા છે પરંતુ ફોન ઉપાડવા તે તો ગ્રાહક સેવાનો પીજીવીસીએલ માટે અગત્યનો ભાગ જ છે માત્ર ફોન નંબર લીસ્ટ ક્યારેક ક્યારેક  જાહેર કરી વિજ વિભાગ સંતોષ માની લે છે

 

 

________________

ગત વર્ષે જંગી નુકસાન થયેલુ……

ગયા વર્ષે એકંદર બંને જિલ્લામા હાઇટેન્શન ૫૬૪૦ પોલ લોટેન્શન ૫૭૦ પોલ ટ્રાન્સફોર્મર ૨૦૬ ના નુકસાન સાથે

૪૮૦ ગામોમા વિજપુરવઠાને માઠી અસર પહોંચેલ તે તમામ ૪૮૦ ગામોમા ફરી વિજળી રાબેતા મુજબ કરાઇ હોવાનુ તેમજ સર્કલનુ કુલ નુકસાન રૂપિયા ૧૨ કરોડ ૧૯ લાખનુ થયાનુ

 

_______________

દરેક વીજપોલ ફાઉન્ડેશન સ્પેશીફીકેશન મુજબ નથી

હવે વીજ થાંભલા ફાઉન્ડેશન સ્પેશીફીકેશન મુજબ તમામ મા થતા નથી માટે થાંભલા વધુ પડે છે તેની સરખામણી એ કોઇ ઘરના પતરાના ટેકારૂપી લોખંડ પાઇપ ઓછા પડે છે….!! તે સ્વીકારવુ પડે છે જો પોલ ફાઉન્ડેશન નિયમાનુસાર હોય તો પોલ  વાયર વગેરે નુકસાન ઘટી જાય તેમ નિષ્ણાંતો નો મત છે

 

__________________________

જામનગર પીજીવીસીએલ નો દાવો ચોમાસામા ખામી નથાય તેજોવાશે

પી.જી.વી.સી.એલ.-જામનગર સર્કલ એ જણાવ્યુ છે કે પ્રિમોન્સૂન માટે, આપણે પોલ લાઇન ટ્રાન્સફોર્મરને નડતા વૃક્ષો ડાળીઓ કાપવા, જમ્પિંગ વર્ક, ટી.સી. મેન્ટેનન્સ, ઢીલા ગાળાના કંડકટરો ફીટ કરવા તેમજ તેના સહિત સમગ્ર સીસ્ટમ  વગેરેની જરૂરી લાઈન મેન્ટેનન્સ કરવાની , ટૂંકમાં, લાઈન મેઈન ટેનન્સી સાથે સંકળાયેલ કઇ કામગીરી જે ચોમાસા દરમિયાન ખામી સર્જી શકે છે તેવુ તમામ સરખુ કરવાનુ   ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિઓ-પ્રિમોન્સુન  હેઠળ આવરી લેવાશે

 

જાગૃત મંડળ પણ મેદાને

_____________________

બીજી તરફ જામનગર ના જાગૃત નાગરીક અને પ્રજાપ્રશ્ર્ને લડત આપતા ગ્રાહક સુરક્ષા મંડળના વડા  કિશોરભાઇ મજીઠીયા એ પણ વ્યાપક જનહિત મા વિજસુવિધા મામલે તંત્ર ને અનેક પડકારો કરાયા છે

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here