લાછરસ ગામમાં વડીલો પાર્જીત મિલકત બાબતે પરીવાર વચ્ચે ઝગડામાં સામસામી ફરીયાદ પાંચ સામે ગુનો દાખલ

0
31લાછરસ ગામમાં વડીલો પાર્જીત મિલકત બાબતે પરીવાર વચ્ચે ઝગડામાં સામસામી ફરીયાદ પાંચ સામે ગુનો દાખલ

રાજપીપળા : જુનેદ ખત્રી

લાછરસ ગામના પટેલ પરીવારમાં વડીલોની જમીન,મકાન બાબતે અંદરો અંદર ઝગડો થતા સામસામી ફરીયાદ થઈ છે જેમાં બંને પક્ષે કુલ પાંચ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના લાછરસ ગામના ફાલ્ગુનીબેન અશોકભાઇ પટેલએ આપેલી ફરીયાદ અનુસાર તે તથા તેમના ઘરના સભ્યોની વડીલો પાર્જીત મિલ્કત મકાન તથા જમીન વહેંચણીના દસ્તાવેજ બધાની સંમતીથી તા .૨૪ / ૦૬ / ૨૦૨૧ ના રોજ કર્યા બાદ જે દસ્તાવેજમા તા.25 જુનના સવારના 10.30 વાગે તેઓ ભરતભાઇ ઠાકોરભાઈ પટેલ પાસે સહી કરાવવા માટે જતા તેમણે સહી કરવાની ના પાડી ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તથા અશોકભાઇને માર માર્યો જ્યારે રમણભાઈ છીતા ભાઈ પટેલ તથા અને લતાબેન ભરતભાઇ પટેલએ જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે લતાબેન ભરતભાઇ પટેલ રહે.લાછરસ
એ આપેલી ફરીયાદ માં જણાવ્યા મુજબ અશોક ભાઇ ઠાકોરભાઇ પટેલ અને ફાલ્ગનીબેન અશોકભાઇ પટેલ તેમના ઘરે આવી ધરે આવી તેમના પતિ ભરતભાઇ ને કહ્યું કે તું આપણી વડીલો પાર્જિત જમીનના દસ્તાવેજ માં ફેરફાર કરવાનું કેમ કહે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ આરોપી અશોકભાઈ એ લાકડી મારવા જતા રમણભાઈ છીતાભાઇ પટેલ ને હાથની આગળી ઉપર એક સપાટો મારી ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે બંને ફરીયાદ નોંધી કુલ પાંચ સામે ગુનો દાખલ કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here