કાલોલ એમજીએસ હાઈસ્કુલ ના શિક્ષક નો વિદાય તથા નવા શિક્ષકો નો આવકાર સમારોહ યોજાયો.

0
37પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમ જી એસ હાઈસ્કુલ ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા કાંતિલાલ પી વણકર ની વય મર્યાદા ને કારણે તેઓ નિવૃત થતા મંડળ અને સ્ટાફ દ્વારા તેઓને ભાવભરી વિદાય આપવામા આવી મંડળ દ્વારા તેઓની સેવાને બિરદાવી તેઓનુ નિવૃત જીવન સુખમય બને તેવી શુભેચછાઓ પાઠવી સ્ટાફ દ્વારા તેઓને સ્મૃતિ પત્ર આપ્યુ હતુ.બીજી તરફ મંડળ દ્વારા સંચાલિત બન્ને શાળાઓ ના કુલ આઠ નવા શિક્ષણ સહાયકો નો આવકાર સમારોહ પણ યોજી નવા શિક્ષણ સહાયકો ને તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here