ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સરકારી નાણાંકીય સહાય માટે વાંચો

0
43
ડાંગ:- મદન વૈષ્ણવ

રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત જિલ્લો બનાવવાની નેમ સાથે ‘દેશી ગાય આધારિત’ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવાની યોજના અમલી બનાવી છે.

આ યોજના અંતર્ગત જે ખેડુતો રાસાયણિક ખાતરો, અને રાસાયણિક દવાઓના ઉપયોગ વિના દેશી ગાય નિભાવીને, ગાય આધારિત કુદરતી/પ્રાકૃતિક ખેતી કરે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે, ખરીફ સીઝનમા પ્રતિ હેક્ટર રૂ. ૫૦૦૦/-, અને જો તેની તે જ જમીનમા રવિ અથવા ઉનાળુ સીઝનમા ફરીથી પ્રાકૃતિક રીતે કોઇ પણ પાક લેશે તો તેમને ફરીથી પ્રતિ હેક્ટર રૂ.૫૦૦૦/-ની નાણાકીય સહાય, તેમના બેંક ખાતામા જમા કરવામાં આવશે.

ડાંગ જિલ્લાના ‘આત્મા પ્રોજેકટ’ ના નિયામક શ્રી પ્રવિણ માંડાણી તરફથી મળેલી વિગ્યો અનુસાર, એક ખેડુતને વધુમા વધુ બે હેક્ટર માટે આ સહાય મળી શકશે. બે હેક્ટર કે તેનાથી વધુ જમીનવાળા ખેડુતો, બન્ને સીઝનમા ઓછામા ઓછી બે હેક્ટર જમીનમા ગાય આધારિત ખેતી કરીને રૂ. ૨૦૦૦૦/- સુધીની સહાય મેળવી શકશે.

આ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડુત કુટુંબના મોભીએ (૧) પોતે જે જમીન ખેડતા હોય અને પોતાને જે જમીન વારસામા મળી હોય કે મળનાર હોય તે તમામ પોતાના હીસ્સાની જમીન રેકર્ડના દાખલાઓ (જંગલ જમીનની સનદ સહીત), (૨) પોતાના બેંક ખાતાની પાસબુક્ની વાંચી શકાય તેવી નકલ, (૩) પોતાનુ નામવાળુ બારકોડેડ રેશનકાર્ડ, (૪) આધાર કાર્ડ (મરજીયાત), (૫) મોબાઇલ નંબર (મરજીયાત) સાથે “આઇખેડુત” પોર્ટલ ઉપર ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ મેળવી તેમા સહી/અંગુઠા કરી, ક્રમ નંબર ૧ થી ૪ મુજબના આધારો સાથે જોડી, આત્મા પ્રોજેક્ટની ક્ચેરી, આહવા, જિ. ડાંગ ખાતે ઓનલાઇન અરજી કર્યાના ૭ દિવસમા જમા કરાવવાની રહેશે. અથવા નજીકના ગ્રામ સેવક/આત્મા કર્મચારીને રજુ કરી શકશે.

અરજી માટે લાભાર્થી ખેડુતની પાત્રતા :

અરજી કરનાર ખેડુત કુટુંબ પાસે ઓછામા ઓછી એક દેશી ગાય હોવી જોઇશે,
અને તેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇશે.
અગાઉ સજીવ ખેતી યોજનામા નોંધાયેલા ખેડુતો અરજી કરી શકશે નહી.
૨૦ ગુંઠાથી ઓછી જમીનમા પ્રાકૃતિક ખેતી માટે સહાય મળશે નહી.
<span;>- પોતાનુ નામ કોઇ જમીન ખાતામા/જમીન રેકર્ડમા ભલે ના હોય, પરંતુ પોતે જે જમીન ખેડે છે તે જમીનના રેકર્ડમા પોતાના પૂર્વજનુ નામ ઓનલાઇન પસંદ કરીને પોતાના નામે અરજી કરી શકશે. પરંતુ બેંક ખાતામા અને રેશન કાર્ડમા પોતાનું નામ હોવુ જોઈશે

એક જમીન ખાતાની જમીનમા એકથી વધુ ખેડુત કુટુંબ ખેતી કરતા હોય તો પણ દરેક ખેડુત કુટુંબના મોભી તેની પોત પોતાની અરજી અલગ અલગ કરી શકશે. અહીં પોતે જેટલી જમીન ખેડતા હોય તેટલો વિસ્તાર દર્શાવીને અરજી કરવાની રહેશે.
એકથી વધુ ખેડુત કુટુંબના નામો એક જ બારકોડેડ રેશનકાર્ડમાં નોંધાયેલ હોય તો પણ જો અલગ અલગ રહેતા હોય, અને ખેતી કરતા હોય તો દરેક પોતાની અરજી અલગ અલગ કરી શકશે.
આ યોજના માટે તારીખ ૨૯/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી થઇ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here