જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા અને જાયન્ટસ ગૃપ ઓફ પ્રાઈડ ના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સેવા સપ્તાહ વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓથી સપન્ન

0
34જાયન્ટસ ગ્રુપ ઓફ બીલીમોરા સને ૧૯૭૫થી બીલીમોરા શહેર થતા આજુબાજુનાં ગ્રામ્ય જનતાના લાભાર્થે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવેલી છે. જાયન્ટસ ગ્રુપ ઓફ બીલીમોરા વર્ષમાં ૨ (બે) વાર સેવા સપ્તાહની ઉજવણી કરે છે.
સને ૨૦૨૧-૨૨નાં વર્ષમાં પ્રથમ સેવા સપ્તાહ દરમિયાન તા.૨૧/૦૬/૨૦૨૧ના વિશ્વ યોગદિન નિમિત્તે સેવાસપ્તાહનો પ્રારંભ જાયન્ટસ હોલમાં ગ્રુપના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓં તથા આમંત્રિતોની હાજરીમાં યોગ શિબિરનું આયોજન કરેલ જેમાં બીલીમોરા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિપુલાબેન મિસ્ત્રીએ હાજરી આપી હતી. સેવાસપ્તાહનો પ્રારંભ ગ્રુપના પ્રમખશ્રી પંકજભાઈ મોદી તથા બ્રાંચ સેક્રેટરીશ્રી સુમંતરાય પટેલ તથા જાયન્ટસ પ્રાઈડનાં ઉપપ્રમુખશ્રી મનીષભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રોગ્રામ ચેરમેનશ્રી બી.એચ.પટેલ દ્વારા સપ્તાહનાં કાર્યક્રમોની માહિત આપવામાં આવી હતી.
તા.૨૨/૦૬/૨૦૨૧નાં રોજ બ્રાંચ-૩A નાં પ્રમુખશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં મેન્ગુસી હોસ્પિટલનાં ૩૨ જેટલા દર્દીઓને ફળો તથા બીસ્કેટનું વિતરણ કરવામાંઆવ્યો હતો જેનો આર્થિક સહયોગ જાયન્ટસ ગ્રુપનાં પૂર્વ પ્રમુખ શ્રી ભુપેન્દ્રસિંહ સાહનીનાં પરિવાર તરફથી મળેલ.
તા.૨૩/૦૬/૨૦૨૧નાં રોજ કોવીડ સંક્રમણ દરમ્યાન કુટુંબમાં અવસાન થયેલ એવા તદ્દન આર્થિક રીતે નબળા એવા મોવાસા ગામનાં કુટુંબ તથા બીલીમોરાનાં ૨ (બે ) કુટુંબને અનાજ-કરીયાણાની કીટનું વિતરણ કરવામાં આવેલજેમાં આર્થિક સહયોગ ગ્રુપનાં પ્રમુખશ્રી પંકજભાઈ મોદી, પૂર્વ પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત થયેલ છે.
તા.૨૪/૦૬/૨૦૨૧નાં રોજ નંદની ગૌશાળા મુકામે ગ્રુપનાં હોદ્દેદારોનીહાજરીમાં ગાસચારાનું વિતરણ કરવામાં આવેલ જેનો આર્થિક સહયોગ સ્વ. હરજીભાઈ પી.પટેલનાં પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ છે.
તા.૨૫/૦૬/૨૦૨૧નાં રોજ વૃધ્ધાશ્રમમાં ૪૮ જેટલા વૃદ્ધોને પ્રીતિ ભોજન આપવામાં આવેલ જેનો આર્થિક સહયોગ જા.રશ્મીબેન યુ. જોષી તરફથી તેમના જન્મ તિથી પ્રસંગે પ્રાપ્ત થયેલ છે.
તા. ૨૬/૦૬/૨૦૨૧નાં રોજ કુટુંબ કલ્યાણ પ્રોજેક્ટ અંતર્ગત કુટુંબ કલ્યાણઓપરેશન કરાવનાર બીલીમોરાની ૩૦ જેટલી મહિલાઓ તથા અર્બન હેલ્થ સેન્ટરના ૨૫ જેટલા હેલ્થ વર્કરોને અનુક્રમે બાઉલ તથા ડબ્બાઓનું વિતરણ બ્રાંચ-૩Aનાં પ્રમુખશ્રી વિજય પટેલની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અર્બન હેલ્થ ઓફિસર ડૉ. ગઢવી તથા ડૉ. નિરાલી પટેલ તથા બ્રાંચ સેક્રેટરી સુમંતરાય પટેલ, ગ્રુપ પ્રમુખશ્રી પંકજભાઈ મોદી તથા પ્રોજેક્ટ ચેરમેનશ્રી બી.એચ.પટેલ તથા ગ્રુપના મંત્રીશ્રી હસમુખભાઈ પટેલ તથા ગ્રુપના પ્રમુખો હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ માટેનો આર્થિક સહયોગ પૂર્વ પ્રમુખ ભોપાલસિંહ ભાટી તરફથી પ્રાપ્ત થયેલ છે.
તા. ૨૭/૦૬/૨૦૨૧ન રોજ જાયન્ટસ ગ્રુપ ઓફ બીલીમોરા સંચાલિત હોમયોપેથીક દવાખાનામાં વિના મુલ્યે હોમયોપેથીક કેમ્પનું આયોજન પ્રા.બી.એચ.પટેલનાં પરિવાર તરફથી કરવામાં આવેલ જેમાં 42 જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ છે.
સમગ્ર સપ્તાહ દરમિયાન બ્રાંચ-૩Aનાં પ્રમુખશ્રી વિજય પટેલ તથા ગ્રુપના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારો તથા પૂર્વ પ્રમુખશ્રીઓ સુમંતભાઈ પટેલ હસમુખ ભાઈ પટેલ પરેશ ટેલર ગિરીશ પટેલ હરીશ ટંડેલ તથા યોગેશ પટેલ ઉર્વીશ જોશી તથા જા.ગ્રુપ.ઓફ.પ્રાઈડ ના સભ્યો મંત્રી સંકેત પટેલ ઉપપ્રમુખ મનીષ પટેલ ખજાનચી હેમલ પટેલ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર સપ્તાહને સફળ બનાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here