ધૈર્યરાજની જેમ વિવાનને પણ ગુજરાતીઓની મદદની જરૂર

0
31
જુનાગઢ : કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન વાઢેરને બીમારીથી બચવા ૧૬ કરોડના ઈન્જેક્શનની જરૂર છે, ત્યારે આર્થિક મદદ કરવા લોકોને બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા અપીલ સાથે આવનાર દિવસોમાં ફંડ એકત્રિત કરવા રોડ પર ઉતરશે ગુજરાત…..
ગુજરાતના ધૈર્યરાજની જેમ આલીદર ગામનાં વિવાનને પણ ૧૬ કરોડનાં ઈજેક્શનની આવશ્યક્તા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સામતભાઈ વાઢેરના અઢી માસના એકનાં એક પુત્ર વિવાનને પણ ધર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઈન મક્યુલર એટ્રોફી ( SMA ) નામની ગંભીર બિમારી થઈ છે.
ત્યારે થોડા સમય પહેલા આવા જ એક ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને આ બીમારી થતા ગુજરાતીઓએ તેની સારવાર માટે ફંડ એકત્રિત કરીને ધૈર્યરાજની જિંદગી બચાવવામાં મદદ કરી હતી, ત્યારે આજે ફરી આવો જ એક બાળક આ બીમારીથી પીડાઈ રહ્યો છે, ત્યારે આ બિમારીની સારવાર કરવા માટે જરૂરી ઈજેકશન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિને આશરે ૧૬ કરોડની કિંમતનું ઈજેક્શન મંગાવવાની વાત આવતા પરીવાર માટે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આજે ધૈર્યરાજની જેમ ફરી એક બાળક વિવાન વાઢેરને ગુજરાતીઓની મદદની જરૂર છે.
તેમજ વિવાન વાઢેરને બચાવવા માટે બહુજન સાહિત્યકાર વિશન કાથડે વિવાન માટે આર્થિક મદદની અપીલ કરી અને જણાવ્યું હતું, કે માનવતાના નાતે સામાજીક સંસ્થાઓ, લોકો અને સરકારને મદદ કરવા અપીલ કરી ભારત વર્ષના આ બાળકને આજે જ્યારે આર્થિક મદદની જરૂર છે, ત્યારે આવો સૌ સાથે મળી બને એટલી વધારે મદદ કરી અને વિવાનને એક નવી જિંદગી આપવાના ભાગીદાર બનીએ.

  • મદદ માટે ખાતા નંબર : 700701717151421
    IFSC code : YESB0CMSN0C
    નામ : વિવાન અશોકભાઈ વાઢેર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here