ડાંગ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું ભય વધારતું સાપુતારા;અનલોક બાદ પ્રવાસીઓની ભારેભીડથી સ્થાનિકોમાં ચિંતા

0
37ડાંગ:- મદન વૈષ્ણવ

કોરોનાની ભયાનક ત્રીજી લહેરને આમંત્રણ આપતુ જીવંત ઉદાહરણ એટલે અનલોક સાપુતારા:-આજરોજ વરસાદી માહોલ ખુલતા સાપુતારા ખાતે પ્રવાસીઓની ચિક્કાર ભીડની સાથે મેળાવડા જામતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા…

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા તેના કુદરતી સૌંદર્યનાં કારણે પ્રખ્યાત છે.હાલમાં જૂન મહિનામાં ગિરિમથક સાપુતારાની ગિરીકન્દ્રાઓ ઉપર લીલીછમ વનરાજીની મનમોહક ઓઢણી ઓઢાઈ જતા સમગ્ર સ્થળોનાં દ્રશ્યો અપ્રિતમ બની ગયા છે.તેવામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ગિરિમથક સાપુતારાને લોકડાઉન કરાયુ હતુ.અગાઉ કોરોનાની બીજી લહેરમાં લોકડાઉન બનેલ સાપુતારામાં માત્ર કાગડા ઉડી રહ્યા હતા.અને સમગ્ર સ્થળો સુમસામ ભાસી ઉઠ્યા હતા.પરંતુ હાલમાં જૂન મહિનામાં કોરોનાની બીજી લહેર શાંત થતાની સાથે જ પ્રવાસન સ્થળોમાં ગિરિમથક સાપુતારા,ડોન,વઘઇ ગીરાધોધ,બોટનીકલ ગાર્ડન સહિત મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળો ખુલી જતા આ સ્થળોએ હાલમાં પ્રવાસીઓની ચિક્કાર ભીડ જામી રહી છે.હાલમાં ગિરિમથક સાપુતારાને તંત્ર દ્વારા અનલોક કરતા અહી પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે.રવિવારે સવારથી સાંજનાં સાડા ચાર વાગ્યા  સુધીમાં વરસાદી માહોલ વિરામ લેતા ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદયને માણવા માટે અસંખ્ય પ્રવાસીઓ જમાવડો ઉમટી પડતા અહી રીતસરનો મેળાવડો જામ્યો હતો.સતત બીજા દિવસે સાપુતારાની તમામ હોટલો,રેસ્ટોરન્ટ, લારી ગલ્લા,એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઊઠ્યા હતા.ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટ,સ્વાગતસર્કલ,બોટીંગ,પેરાગ્લાયડીંગ,રોપવે,સનરાઈઝ પોઈંટ,રોઝ ગાર્ડન,સ્ટેપ ગાર્ડન,મ્યુઝિયમ સહિત અનેક સ્થળોએ રવિવારે વાહનોનો રીતસરનો ખડકલો થઈ જતા ઠેરઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં 9 કીમી ઘાટમાર્ગમાં રવિવારે પણ પ્રવાસી નાના મોટા વાહનોની લાંબી કતારો લાગવાની સાથે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.અહી સાપુતારા ઘાટમાર્ગમાં સાપુતારા પોલીસ સહીત હોમગાર્ડનાં જવાનો દિવસ ભર તૈનાત રહેતા વાહનોનો ખડકલો પૂર્વરત થયો હતો.ગીરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓમાં જાણે હાલમાં કોરોનાની પ્રથમ અને બીજી ઘાતક લહેરનો ભય ભુલાય ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.રવિવારે પણ સાપુતારાનાં દરેક સ્થળોએ પ્રવાસીઓ બેખોફ બની માસ્ક સહિત સોશીયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા માટે ઊણા ઉતરતા કોરોનાની ગાઈડ લાઇનનાં લીરેલીરા ઉડ્યા હતા.ચોમાસાની ઋતુમાં હાલમાં ગિરિમથક સાપુતારાનાં મનમોહક સૌંદર્યને માણવા માટે દિવસે ને દિવસે ભીડ જામી રહી છે.હાલમાં કોરોનાની ત્રીજી ભયાનક લહેરને આમંત્રિત કરતુ જીવંત ઉદાહરણ અનલોક ગિરિમથક સાપુતારા ખાતે જોવા મળી રહયુ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે જો શનિ રવિમાં આવા જ મેળાવડાની સાથે પ્રવાસીઓની ચિક્કાર ભીડ યથાવત રહશે તો આવનાર દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરનું ગ્રહણ અહી ફાટી નિકળશે જેમાં બેમત નથી.જેથી ડાંગ જિલ્લાનાં નવનિયુક્ત કલેક્ટર ભાવિન પંડ્યા અનલોક ગિરિમથક સાપુતારામાં નિયત્રંણ લાવે તે જરૂરી બની ગયુ છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here