ગોધરા, કાલોલ, હાલોલમાં આમ આદમી પાર્ટીના સંગઠનની રચના માટે બેઠકો યોજાઈ.

0
41
પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

રવિવાર ના રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગોધરા, હાલોલ અને કાલોલમાં બેઠકો કરી હતી
જિલ્લા પ્રમુખની આગેવાનીમાં કાર્યકર્તાઓ સાથેની આ બેઠકો તાલુકા અને શહેર સંગઠનની રચના કરવા માટે યોજાઇ.
ગોધરા લાલબાગ ટેકરી ખાતે રામજી મંદિરના પરિસરમાં યોજાયેલી બેઠકમાં ગોધરા શહેર, તાલુકો તેમજ શહેરા શહેર અને તાલુકાના કાર્યકરોની સંયુક્ત બેઠક કરવામાં આવી. જેમાં ગોધરા શહેર પ્રમુખ તરીકે અજયભાઈ વસંતાણી અને ગોધરા શહેર મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન લોહાણાની નિયુક્તિ કરવામાં આવી. અન્ય હોદ્દાઓ માટે નામો નોંધવામાં આવ્યા જેની નિયુક્તિ બાબતે ચર્ચા વિચારણા કરીને હવે પછી જાહેર કરવામાં આવશે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.હાલોલ તાલુકા અને શહેર સંગઠની રચના માટે પાવાગઠ ખાતે વિરાસત વનમાં બેઠક રાખવામાં આવી હતી. જેમાં વિવિધ પદોની નિયુક્તિ માટે નામો નોંધ્યા છે. જ્યારે કાલોલ શહેર અને તાલુકાના કાર્યકરોની બેઠક હિંમતપુરા ગામે બેઠક મળી હતી. કાલોલ તાલુકા પ્રમુખ તરીકે ચલાલી ગામના યુવા પત્રકાર અજયસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, દરેક તાલુકાઓમાંથી ખુબ મોટી સંખ્યામાં જવાબદારી લેવા માટે પોતાના નામ નોંધાવી રહ્યા છે તેથી બાકીની તમામ સમિતિઓની રચના કરવા જિલ્લા સમિતિની એક બેઠક મળશે અને એ બેઠકમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને પછી નિયુક્તિઓ જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here