આર.બી. ટેક નામની કોરિયન કંપની ના દસ્તાવેજો માં ફ્રોડ કરનાર ને 24 કલાક માં પકડી પાડતી નિકોલ પોલીસ સ્ટેશન ની ટિમ

0
45અમદાવાદ ના કંઠવાડા જી.આઈ.ડી.સી. ખાતે આવેલ ઇન્ડો કોરિયન કંપની કે જેની પ્રોડક્ટ ના ફોર્મ્યુલા અને તેના અગત્ય ના કાગળ કે જેની કિંમત બજાર માં કરોડો આંકવા માં આવે છે તેવા કાગળ અને ફોર્મ્યુલા ને બજાર માં બારોબાર વેંચવા ના ઈરાદા થી માર્કેટિંગ વિભાગ માં કામ કરતા ઈસમ ભૌમિક ભટ્ટ દ્વારા કંપની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી પોતાના મોબાઈલ દ્વારા આ બધી જ ફોર્મ્યુલા અને કંપની માં અગત્ય ના દસ્તાવેજો ને સ્કેન કરી ને હરીફ કંપનીઓ ને આપવા માટે અને ત્યાં થી કોઈ ફાઇનાન્સિયલ ડીલ કરી ને નાણાં કમાવાની લાલચે આ પ્રકાર નું કૃત્ય કર્યું હોવાનું કંપની ના અધિકારીઓ ના ધ્યાન માં આવતા તેમના દ્વારા નિકોલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી ને એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી.

 

આ એફઆઈઆર દાખલ થતાં નિકોલ પોલીસ સ્ટેશન માં પી.આઈ. વી.ડી.ઝાલા દ્વારા આ ઘટના ની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી ભૌમિક ભટ્ટ અને તેના મળતિયા લોકો સામે કલમ 408 અને 114 ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન ફક્ત 24 કલાક ના સમયગાળા માં પોલીસ ઇન્સ્પેકટર વી.ડી.ઝાલા અને તેમની ટીમ દ્વારા આ આરોપીઓ ને પકડી પાડવામાં આવ્યા હતા અને આરોપી ના મોબાઈલ ઝપ્ત કરી ને દરેક ચોરી થયેલ ફોર્મ્યુલા અને કાગળ ને પણ ઝબ્બે કર્યા છે.

આરોપી દ્વારા આ ફોર્મ્યુલા ને કઈ કઈ કંપની માં આપવામાં આવ્યા છે તે માટે ની તપાસ નિકોલ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે અને આગળ ની કાર્યવાહી માં આ ટોળકી દ્વારા શું માહિતી મળે છે તે જોવું રહ્યું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here