સંતરામપુરમાં સતત સાતમા દિવસે કોરોના નો એક પણ કેસ નહીં

0
36







મહીસાગર જિલ્લા માટે આજે સતત સાતમા દિવસે રાહતના સમાચાર

આજે સતત સાતમા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં.

અત્યારસુધી જિલ્લામાં કોરોના (COVID-19) ના કુલ ૭૪૯૧ પોઝીટીવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૪૧૫ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

 

 

હાલ ૦૩ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં અત્યાર સુધીમાં ર૮૪૪૫૯ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા.

સંતરામપુર :: અમિન કોઠારી

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લા માટે આજે સતત સાતમા દિવસે પણ રાહતના સમાચાર આવ્‍યા છે. આજે સતત સાતમા દિવસે પણ જિલ્‍લામાં નવો કોરોનાનો એક પણ કેસ નોંધાવા પામેલ નથી.
આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૭-૦૬-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૭૪૯૧ કેસ પોઝીટીવ નોધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૪૧૫ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે રર વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૫૧ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૭૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ર૮૪૪૫૯ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે ર૦૭ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૦૨ દર્દી હોમ આઇસોલેશનમાં અને ૦૧ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૦૩ દર્દીઓ સ્ટેબલ છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here